અહેવાલ/ નવા રિસર્ચમાં દાવો કોરોના વેક્સિનનો બીજો ડોઝ મોડો લેવાથી એન્ટીબોડીમાં વધારો થાય છે

અહેવાલમાં દાવો રસીનો બીજો ડોઝ મોડો લેવાથી એન્ટીબોડી વધે છે.

India

કોરોના રસીની અછતના લીધે  ઘણા દેશોએ બે ડોઝ વચ્ચેના ગાળાને લાંબાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વિરોધ થયો છે.પરતું  નિષ્ણાતોએ આ નિર્ણયને યોગ્ય ઠેરવતા જણાવ્યું કે નવા સંશોધન અંતર્ગત રસીનો બીજો ડોઝ મોડો લેવાથી શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ અનેક ગણુ વધી જાય છે. ભારતમાં પણ કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના સમયગાળાને ૧૨ સપ્તાહથી વધારીને  ૧૬ સપ્તાહ કરવામાં આવ્યો છે.બીજો ડોઝ મોડો લેવાથી વેકિસન વધુ લોકોને આપી શકાય છે એટલું જ નહીં પરંતુ નવા રિસર્ચ મુજબ આ વેકિસનની બચાવ શકિતને પણ વધારે છે. પ્રથમ ડોઝ લીધા બાદ ઈમ્યુન સિસ્ટમનને પ્રતિક્રિયા માટે પણ વધુ સમય  થઈ શકે છે. જો બીજો ડોઝ થોડા વધુ અંતરે લેવામાં આવે છે તો વાયરસથી લડવા માટે ૨૦થી ૩૦૦ ટકા વધુ એન્ટીબોડી મળે છે.

વેકિસન રિસર્ચ ગ્રુપ માયો કિલનિકના વાયરોલોજિસ્ટ અને ડાયરેકટર ગ્રેગોરી પોલેન્ડે જણાવ્યું કે, જો આમ કરી શકતો હોત તો અત્યારે જ બટન દબાવીને તમામને એક ડોઝ આપી દેત અને બાદમાં બીજો ડોઝ લગાવી દેત. ૨૦૨૦ના અંતમાં યારે રસીકરણનો પ્રારભં થયો ત્યારે વધુ સમયગાળા પછી રસી લેવાને લઈને વિશ્વાસપાત્ર પુરાવા ન હતા. સૌપ્રથમ બ્રિટને બે ડોઝ વચ્ચેનો ગાળો લંબાવ્યો, જેની શરૂઆતમાં ટિકા કરવામાં આવી પરંતુ તે કારગર પુરવાર થયું. રિસર્ચમાં ખ્યાલ આવ્યો કે પ્રથમ ડોઝ શરીરમાં એન્ટીબોડી બનવાની પ્રક્રિયાની શરૂઆત કરે છે. ત્યારબાદ જેટલા લાંબા સમયે બીજો ડોઝ લેવામાં આવે તેટલી વધારે ઈન્યુન સિસ્ટમ પરિપકવ થાય છે.