મુલાકાત/ પંચમહાલ યુથ કોંગ્રેસ સમિતિએ લીધી અલ-હયાત‌ કોવિડ સેન્ટર ખાતે દર્દીઓની મુલાકાત

પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે પોલન બજાર હયાતની વાડીમાં મસ્જિદ આદમ (a.s) માં ચાલતા અલ- હયાત કોવિડ કેર

Gujarat

રાહુલ ભાવસાર,પંચમહાલ @મંતવ્ય ન્યૂઝ

પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે પોલન બજાર હયાતની વાડીમાં મસ્જિદ આદમ (a.s) માં ચાલતા અલ- હયાત કોવિડ કેર સેન્ટરની પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ .અજીતસિંહ ભટ્ટી સાહેબ,પંચમહાલ યુથ કોંગ્રેસ પ્રમુખ  મિકી જોસેફ,પંચમહાલ કોંગ્રેસ સંગઠન મહામંત્રી ,ખાલીદ હાજી દાવ, ગોધરા કોંગ્રેસ શહેર ઉપપ્રમુખ  ફરીદ ચરખા,ગોધરા શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી  હસન ભાઇ છકડા તેમજ વોર્ડ નંબર 8 ના કર્મવીર,સેવા ભાવી નગરપાલિકા સભ્ય તેમજ ગોધરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ  અલ્તાફ હયાત(ભુરીયા) એ મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમ પ્રસંગે અલ- હયાત કોવિંડ સેન્ટર માં દાખલ દર્દીઓના ખબર અંતર પુછયા તેમજ દૂધ,મેંગોની બોટલ,અને માસ્કનું વિતરણ કર્યું હતું. આ કોવિડ કેર સેન્ટરમાં સેવા આપતા ડોકટરોની સાથે પેરામેડિકલ સ્ટાફની કામગીરીને બીરદાવી હતી .સાથે જે કંઈ પણ જરૂરિયાત હોય તે જણાવવા કહ્યું હતું.