હરિયાણાની પ્રખ્યાત સિંગર અને ડાન્સર સપના ચૌધરી ઘણી વાર ચર્ચામાં આવતી રહે છે. તેના લગ્ન અને પહેલા બાળકને લઈને તે ટોળા દિવસથી ચર્ચામાં હતી. આ પછી તેણે સોશિયલ મીડિયા પર પતિ વીર સાહુ સાથે કરવા ચોથની ઉજવણી કરતી તસ્વીરો પણ શેર કરી હતી. હવે તે વર્ક મોડમાં આવી ગઈ છે. તેને તાજેતરમાં જ એક નવું ફોટોશૂટ મળ્યું છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
સપના વ્હાઇટ કલરના ટ્રાઉઝર અને કોટમાં જોવા મળી રહી છે. તેનેવાળમાં બે બાજુઓથી બન બનાવેલ છે. તેને લગાવેલી બ્લુ લિપસ્ટિકે સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું છે. આ લુકમાં સપના ખૂબ જ ગ્લેમરસ અને આકર્ષક લાગી રહી છે. તેણે વિવિધ પોઝમાં ઘણા ફોટા શેર કર્યા છે.
https://www.instagram.com/p/CHaGl3wlImC/?utm_source=ig_web_copy_link
આ અગાઉ સપના ચૌધરીએ પતિ વીર સાહુ સાથે કરવા ચોથની ઉજવણી કરી હતી. શેર કરેલા ફોટામાં સપનાનો પતિ વીર સાહુ પણ જોવા મળી રહ્યો છે. આ તસ્વીરોમાં સપના પોતાનો ઉપવાસ ખોલવાની વિધિ કરતી દેખાઈ હતી. સપના ચંદ્ર જોયા પછી તેના પતિ તરફ નજર કરી રહી છે, જ્યારે ત્યાં તે તેને મીઠાઇઓ ખવડાવતો જોવા મળી રહ્યો છે.
https://www.instagram.com/p/CHLQKfxF35R/?utm_source=ig_web_copy_link
ગયા મહિને ઓક્ટોબરમાં સપના ચૌધરીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. તેને આ વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કર્યાં હતાં, પરંતુ કુટુંબમાં કોઈનું મોત નીપજ્યું હોવાથી ત્યારે તેને લગ્નની જાહેરાત કરી નહોતી. તેના પતિ વીર સાહુએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી.
સપનાની જેમ તેના પતિ વીર સાહુ પણ હરિયાણાના છે. તે ગાયક, નિર્માતા, લેખક અને અભિનેતા છે.
