કૃષિ આંદોલન/ સરકાર અને ખેડૂત નેતાઓની વધુ એક બેઠક યોજાશે આ તારીખે ….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ પછી ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે ફરી એકવાર વાતચીત શરૂ થવા જઈ રહી છે. સરકારે 13મા રાઉન્ડની બેઠક માટે 2 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.

Top Stories
Untitled 13 સરકાર અને ખેડૂત નેતાઓની વધુ એક બેઠક યોજાશે આ તારીખે ....

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ પછી ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે ફરી એકવાર વાતચીત શરૂ થવા જઈ રહી છે. સરકારે 13મા રાઉન્ડની બેઠક માટે 2 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. વડાપ્રધાને શનિવારે થયેલી સર્વપક્ષીય મીટિંગમાં કહ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે વાત કરવા માટે હંમેશા તૈયાર છે. ખેડૂતોને 22 જાન્યુઆરીએ જે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, તે હજુ પણ યથાવત્ છે. કોઈપણ ઉકેલ વાતચીતથી જ આવવો જોઈએ. આ દરમિયાન, ગાઝીપુર અને સિંઘુ બોર્ડર પર ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. તકેદારીના ભાગરૂપે પોલીસે બંને સ્થળે સુરક્ષા વધારી દીધી છે. આજે ખેડૂતોના આંદોલનનો 67મો દિવસ છે.

Untitled 14 સરકાર અને ખેડૂત નેતાઓની વધુ એક બેઠક યોજાશે આ તારીખે ....

ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોની વધતી સંખ્યા અને ખેડૂતો દિલ્હી તરફ કૂચ ન કરે એ માટે ગાઝીપુર બોર્ડર પર 12 લેયરનું બેરિકેડિંગ કરી દેવાયું છે. પોલીસને આશંકા છે કે 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ થવાનું છે ત્યારે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને આ બેરિકેડિંગ કરાયું છે. ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગથી એનએચ-24 બંધ છે. નોઈડાથી અક્ષરધામ જતા રસ્તા ઉપરાંત, દિલ્હીથી ઈન્દિરાપુરમ અને નોઈડા જતા રસ્તા પણ બંધ કરી દેવાયા છે. 26 જાન્યુઆરી પછી ગાઝીપુરમાં સતત UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચી રહ્યા છે. મુઝફ્ફરનગરમાં શુક્રવારે થયેલી મહાપંચાયતમાં ખેડૂતોને આ જ અપીલ કરાઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો