Gujarat Weather News: ગુજરાતમાં આગામી 7 દિવસ ગરમીનો (Hot Weather) પારો ઊંચે જવાથી સખ્ત ગરમીનો અહેસાસ થશે. રાજ્યમાં વરસાદે (Gujarat Rain) હવે વિધિસર વિદાય લઈ લીધી છે. દિવાળી આવતા જ વરસાદની વિદાય થતા લોકોમાં ખુશી જોવા મળી છે.
આગામી 5 થી 7 દિવસ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થવાની વધુ સંભાવના છે. જ્યારે સાંજે ઠંડક જોવા મળશે. હાલ બંગાળની ખાડીમાં દાના વાવાઝોડું સક્રિય થયું છે જે આજે ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. પરંતુ તેની ગુજરાતમાં કોઈ અસર દેખાશે નહીં. જોકે, વરસાદની વિદાય થઈ ગઈ હોવા છતાં 7થી 14 નવેમ્બરે પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. માર્ચ 2025 સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.
આજે ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. આજે બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 23 થી 25 ઓક્ટોબર સુધી વરસાદ નહિવત રહેશે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ખૂબ ઓછું રહેશે.અમદાવાદ સહિત ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાંથી વરસાદ વિદાય લેવાનું નામ કેમ નથી લેતો ? ઓક્ટોબરમાં અંગ દઝાડતી ગરમી અને વરસાદ
આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, 12 તાલુકામાં બેથી પાંચ ઇંચ વરસાદ
આ પણ વાંચો: અમદાવાદમાં ધીમી ધારે વરસાદ, આ જીલ્લાઓ પણ ભીંજાયા, IMDની વરસાદને લઈ મોટી આગાહી