Threat To Nitin Gadkari/ નીતિન ગડકરીને ખંડણીની ધમકી મામલે તપાસ માટે NIAની ટીમ પહોંચી નાગપુર,આરોપીનો લશ્કર-એ-તૈયબા સાથે સંબધ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ધમકી અને ખંડણીના મામલાની તપાસ કરવા NIAની ટીમ ગુરુવારે (25 મે) નાગપુર પહોંચી હતી. આ કેસમાં પોલીસે કર્ણાટક જેલમાં બંધ એક હત્યાના આરોપીની ધરપકડ કરી

Top Stories India

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ધમકી અને ખંડણીના મામલાની તપાસ કરવા NIAની ટીમ ગુરુવારે (25 મે) નાગપુર પહોંચી હતી. આ કેસમાં પોલીસે કર્ણાટક જેલમાં બંધ એક હત્યાના આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જયેશ પૂજારી ઉર્ફે કાંતા પર કર્ણાટકના બેલગામની જેલમાંથી કોલ કરવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે  કે 14 જાન્યુઆરીએ આરોપી જયેશ પૂજારીએ દાઉદ ઈબ્રાહિમ ગેંગનો સભ્ય હોવાનો દાવો કરીને ગડકરી પાસેથી 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ પછી તેણે 21 માર્ચે બીજો ફોન કરીને 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ત્યાર બાદ તેને 28 માર્ચે નાગપુર લાવવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેની વિરુદ્ધ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગૃહ મંત્રાલય દ્વારા આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તે લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ્સ સાથે સંબંધ ધરાવે છે અને તેણે દેશના ઉત્તરપૂર્વમાં આતંકવાદીઓ પાસેથી હથિયારોની તાલીમ પણ લીધી હતી. આ પછી, ગૃહ મંત્રાલય દ્વારા NIAને તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. NIAની ટીમે આ કેસમાં અત્યાર સુધીમાં ધંતોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાના કેસ પેપર લીધા છે. તેમણે કહ્યું કે તેઓ નક્કી કરશે કે કાંથાની તાત્કાલિક ધરપકડ કરવાની જરૂર છે કે કેમ.