Entertainment News: ફેમિના મિસ ઈન્ડિયા 2024નો (Femina Miss India 2024) તાજ મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલે (Nikita Porwal) જીત્યો છે. હવે નિકિતા પોરવાલ મિસ વર્લ્ડમાં (Miss World) ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મળતી માહિતી મુજબ, આ ઈવેન્ટનું આયોજન મુંબઈના વરલીના ફેમસ સ્ટુડિયોમાં બુધવારની રાત્રે યોજવામાં આવ્યો હતો. નિકિતા પોરવાલને ફેમિના મિસ ઈન્ડિયા 2023ની વિજેતા નંદિની ગુપ્તા દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ સાથે નેહા ધૂપિયાએ પોતાનો મિસ ઈન્ડિયા સેશ પહેરાવ્યો હતો. સૂત્રો મુજબ, નિકિતા પોરવાલ અભિનેત્રી ઐશ્વર્યા રાયની મોટી ફેન છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવાનું સપનું છે.

નિકિતાના પિતા અશોક પોરવાલે જણાવ્યું કે ફેમિના મિસ ઈન્ડિયા 2023માં 30 રાજ્યોમાંથી વિજેતાઓએ ભાગ લીધો હતો. નિકિતાએ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર નાટ્ય નાટકો પણ કર્યા છે. હોસ્ટિંગ સિવાય નિકિતાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેનો આગામી પ્રોજેક્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં છે, જેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, ફિલ્મનું ટાઈટલ ‘ચંબલ પાર’ છે.

નિકિતા પોરવાલ મધ્યપ્રદેશના ઉજ્જૈનની રહેવાસી છે અને તે પ્રખ્યાત પેટ્રો-કેમિકલ બિઝનેસમેન અશોક પોરવાલની પુત્રી છે. નિકિતાએ બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે, જ્યાં તેણે ડ્રામા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેને વાંચન, લેખન, ચિત્રકામ અને ફિલ્મો જોવી ગમે છે. તેણે માત્ર 18 વર્ષની ઉંમરે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ઉંમરે તે પોતે એક ટીવી શોની હોસ્ટ બની હતી.
![]()
વર્ષ 2022ની શ્રી રામલીલામાં માતા સીતાની ભૂમિકા ભજવી હતી. તેણીએ 60 નાટકોમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત નિકિતાએ ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો માટે નાટકો પણ લખ્યા છે, જેમાં 250 પાનાની “કૃષ્ણલીલા”નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:ભારતીય વંશની રિજુલ મૈનીના શિરે ‘મિસ ઈન્ડિયા USA 2023’નો તાજ
આ પણ વાંચો:કર્ણાટકની સિની શેટ્ટીએ ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યો
આ પણ વાંચો:મેડિકલ સ્ટુડન્ટ ખુશી પટેલ બની મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022ની વિજેતા
