Bollywood/ નિક્કી તંબોલએ હવેથી તેના જન્મદિવસ પર કેક નહીં કાપવાનો લીધો નિર્ણય, આ છે કારણ

નિક્કી તંબોલીએ આ વર્ષથી પોતાનો જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય કર્યો છે. નિક્કી તંબોલીનો જન્મદિવસ 21 ઓગસ્ટે આવે છે, તેણે હવેથી તેનો જન્મદિવસ ન ઉજવવા

Entertainment
નિક્કી તંબોલએ

હંમેશા પોતાના મ્યુઝિક વીડિયો અને શો માટે સમાચારોમાં રહેતી અભિનેત્રી નિક્કી તંબોલીએ આ વર્ષથી પોતાનો જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય કર્યો છે. નિક્કી તંબોલએ જન્મદિવસ ન ઉજવાના નિર્ણય કરતા ચાહકો હેરાન થઇ ગયા છે. નિક્કી તંબોલએ આ નિર્ણય લઈને બધાનો ચોંકાવી દીધા છે. તેનો જન્મદિવસ 21 ઓગસ્ટે આવે છે, નિક્કી તંબોલીએ હવેથી તેનો જન્મદિવસ ન ઉજવવાનું કારણ આપ્યું છે.

આ પણ વાંચો : લોકડાઉન દરમિયાન રાખડી વેચવા મજબુર થઈ હતી આ અભિનેત્રી …

આ પણ વાંચો :Sorry અમ્મા-અબ્બુ, નાક કાપી નાખ્યું મેં, દુઃખી સારા અલી ખાને Video શેર કરી માંગી માફી

આ વર્ષની શરૂઆતમાં નિક્કી તંબોલીએ તેના ભાઈ જતીન તંબોલીને ગુમાવ્યો હતો. પરંતુ તાજેતરમાં જ તે તેના મિત્રો અને પરિવારના ટેકાથી પરત આવી અને કેમેરાનો સામનો કર્યો. તેણે પોતાના ભાઈના પ્રેમ અને લાગણીને ધ્યાનમાં રાખીને પોતાનો જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય કર્યો.

Nikki Tamboli

નિક્કી તંબોલીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી લખ્યું, “હું ખરેખર મારા બધા ચાહકો અને મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે મારા જન્મદિવસ પર અથવા મારા જન્મદિવસ પહેલા મને કેક અથવા પેસ્ટ્રી ન મોકલો કારણ કે મેં હવેથી મારા જન્મદિવસ પર કેક ન કાપવાનો નિર્ણય કર્યો છે. “મેં તાજેતરમાં જ મારા ભાઈને ગુમાવ્યો છે. જરૂરિયાતમંદોને મદદ કરીશ અને જેમને ખરેખર જરૂર છે તેમને ખવડાવો. આપ સૌનો આભાર!”

નિક્કી તંબોલએ

આ પણ વાંચો :ઈન્દિરા ગાંધીના લુકમાં ટ્રેન્ડ થઇ લારા દત્તા, યુઝર્સ બોલ્યા – શું આ લારા છે?

તેના ભાઈના મૃત્યુ પછી તરત જ, નિક્કી સ્ટંટ આધારિત રિયાલિટી શો ખતરો કે ખિલાડી 11 ના શૂટિંગ માટે રવાના થઈ હતી. આ શો તાજેતરમાં જ પ્રસારિત થયો હતો, જ્યારે નિક્કી પહેલા અઠવાડિયામાં શોમાંથી બહાર થઈ ગઈ હતી.

તેના બાહર થયા પછી, નિક્કીએ ઈન્સ્ટાગ્રામ પર માફી માંગવાની સાથે સાથે હોસ્ટ રોહિત શેટ્ટીનો આભાર વ્યક્ત કરતા એક લાગણીસભર નોંધ લખી હતી. તેણીએ લખ્યું, “હું જાણું છું કે તે મારા બધા ચાહકોને આઘાત લાગ્યો હતો અને હું તેના માટે માફી પણ માંગુ છું અને રોહિત સરનો આભાર માનું છું કે આવી પ્રેરણા અને સલાહ હોવા છતાં પણ હું તે કરી ન શકી.”

નિક્કી તંબોલએ

આ પણ વાંચો : રાજ કુન્દ્રા બાદ હની સિંહ સામે થયો કોર્ટમાં કેસ, જાણો કોણે કર્યો

નિક્કી વિશે વાત કરીએ તો, તેને શો બિગ બોસથી જબરદસ્ત નામ-ખ્યાતિ છે. નિક્કીનું મજબૂત વ્યક્તિત્વ શોમાં જોવા મળ્યું હતું. નિક્કી શોની બીજી રનર અપ રહી હતી.

આ પણ વાંચો :ઘરમાંથી આવી રહી હતી સતત દુર્ગંધ , દરવાજો તોડતા જ બધા ચોંકી ઉઠયા