Not Set/ નીક્કી તંબોલીના ભાઈનું કોરોનાથી નિધન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દુઃખ

બિગ બોસ 14 ની ફેમ નીક્કી તંબોલીના ભાઈ જતીન તંબોલીનું કોરોનાથી નિધન થયું છે. નીક્કીનો ભાઈ લાંબા સમયથી કોરોના અને અન્ય રોગો સામે જંગ લડી રહ્યો હતો. 

Entertainment

બિગ બોસ 14 ની ફેમ નીક્કી તંબોલીના ભાઈ જતીન તંબોલીનું કોરોનાથી નિધન થયું છે. નીક્કીનો ભાઈ લાંબા સમયથી કોરોના અને અન્ય રોગો સામે જંગ લડી રહ્યો હતો. નિક્કીએ આ વિશેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે ભાઈનો ફોટો શેર કર્યો છે અને ભાવનાત્મક પોસ્ટ પણ શેર કરી છે.

નિક્કીએ તેના ભાઈની તસવીર શેર કરતી વખતે લખ્યું – અમને ખબર નહોતી કે આજે સવારે ભગવાન તમારું નામ પુકારી રહ્યા છે. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તમે ગયા પછી પણ તમને એટલો જ પ્રેમ કરીશું. તમને ગુમાવ્યા બાદ દિલ તૂટી ગયું છે. તમે એકલા નથી ગયા, તમે તમારી સાથે અમારો સાથે એક ભાગ પણ લઇ ગયા છો.

https://www.instagram.com/p/COcTmaLn6hW/?utm_source=ig_web_copy_link

ઉલ્લેખનીય છે કે, નિક્કી તંબોલીને પણ કોરોના થઇ ચુક્યો છે.જણાવી દઈએ કે બિગ બોસની 14 મી સીઝન થોડા સમય પહેલા સમાપ્ત થઈ ગઈ છે. આ શોથી નિક્કીને ઓળખ મળી. આ સીઝનની વિજેતા રુબીના હતી, રનર અપ રાહુલ વૈદ્ય હતો અને ત્રીજા નંબર પર નિક્કી તંબોલી હતી. કામની વાત કરીએ તો, નિકી સાઉથની અભિનેત્રી છે અને તેણે કંચના 3 અને થિપારા મિસમ જેવી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.

Nikki Tamboli के भाई का निधन, काफी समय से तबियत थी खराब, हाल ही में हुए थे  कोरोना पॉजिटिव-Nikki Tamboli's brother passed away, was ill for a long  time, recently corona positive |

નિક્કી તંબોલીએ બિગ બોસમાં આવતા જ સલમાન ખાનને તેનાં અંદાજથી ઇમ્પ્રેસ કરી લીધો હતો. આ શો દરમિયાન સલમાન ઘણી વખત નિક્કીની સ્ટાઇલ કોપી કરી નિક્કીને ચીડાવતો જોવા મળ્યો   હતો. ઘરની બહાર આવ્યા બાદ નિક્કી તેનાં ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે. બિગ બોસ શો દરમિયાન નિક્કી તંબોલી તેનાં નિવેદનો અને બોલવાને કારણે ચર્ચામાં રહી હતી. સોથી નિક્કીને ઘણી પોપ્યુલારિટી મળી છે. ઘરમાંથી બહાર આવતા જ તેને ઘણાં બોલિવૂડ પ્રોજેક્ટ્સ માટે અપ્રોચ કરવામાં આવી છે.

Nikki Tamboli Corona Positive gave information on Social Media | Nikki  Tamboli हुईं कोरोना पॉजिटिव, सोशल मीडिया पर दी जानकारी | Hindi News, टीवी

આપને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.