આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ/ નિકોલમાં મહિલાઓ માટે ‘વુમન એમપાવરમેન્ટ ફાઉન્ડેશન’ દ્વારા યોજાયો ખાસ કાર્યક્રમ

નિકોલમાં મહિલાઓ માટે ‘વુમન એમપાવરમેન્ટ ફાઉન્ડેશન’ દ્વારા યોજાયો ખાસ કાર્યક્રમ

Ahmedabad Gujarat

અમદાવાદના નિકોલમાં વોક ફ્રી કાર્યક્રમનુ આયોજન વુમન એમપાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આ ફાઉન્ડેશનનાં પ્રમુખ અને જાણીતા મહિલા ઉદ્યોગકાર પ્રિયા પટેલ, વનીતા વ્યાસ, વૈભવી પટેલ તેમજ વર્ષા જગાનીને એવોર્ડ આપવામાં આવ્યા હતા. જે કાર્યક્રમમાં શહેર પોલીસનાં ઝોન-5 નાં ડિસીપી અચલ ત્યાગીએ અનેક મહિલાઓને એવોર્ડ આપી સન્માનીત કરી હતી. તેમજ મહિલાઓના ઉત્કર્ષ માટે ચર્ચાઓ કરાઈ હતી. જાહેર રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પોલીસ પણ જોડાઈ હતી.