કોરોના/ જાણો રાજ્યના કયા મહાનગરમાં થશે રસીકરણની શરૂઆત

સુરત માનપા અને ડાયમંડ એસોસિએશની વિનામૂલ્યે કોરોના રસી આપવા માટેની પહેલ કરી ૧૦ માર્ચથી ૧૩ માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરાઈ ડાયમંડ એસોસિએશનની ઓફિસે કરાશે રજીસ્ટ્રેશન રાજયમાં કોરોના કેસ વધતાં સરકાર દ્વારા રક્ષણ આપવા માટે સરકાર દ્વારા રસીકરણઅભિયાન શરૂ કરવામાં આવેલ છે. ત્યારે ડાયમંડ નગરી સુરતમાં ડાયમંડ એસોસિયેશન અને માનપા દ્વારા કોરોનાની રસી આપવા માટેની […]

Gujarat Surat

સુરત માનપા અને ડાયમંડ એસોસિએશની વિનામૂલ્યે કોરોના રસી આપવા માટેની પહેલ કરી

૧૦ માર્ચથી ૧૩ માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરાઈ

ડાયમંડ એસોસિએશનની ઓફિસે કરાશે રજીસ્ટ્રેશન

રાજયમાં કોરોના કેસ વધતાં સરકાર દ્વારા રક્ષણ આપવા માટે સરકાર દ્વારા રસીકરણઅભિયાન શરૂ કરવામાં આવેલ છે. ત્યારે ડાયમંડ નગરી સુરતમાં ડાયમંડ એસોસિયેશન અને માનપા દ્વારા કોરોનાની રસી આપવા માટેની પહેલ કરવામાં આવીજ છે. ડાયમંડ એસોસીએશન દ્વારા રસ લેવા ઈચ્છુક લોકોનું ઓફિસે રજીસ્ટ્રેશન શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તોનોને પણ રસી આપવામાં આવશે.

સુરતમાં ધીમે ધીમે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત માનપા અને  ડાયમંડ એસોસિએશન દ્વારા પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં સુરતના લોકોને વિના મુલ્યે રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ૬૦  વર્ષથી વધુની ઉમરના વ્યક્તિઓને રસી આપવાનું અગામી સમયમાં શરૂ કરવામાં આવનાર છે. ત્યારે ૧૦ માર્ચથી તા.૧૩ માર્ચ સુધી રસીકરણ અભિયાન હાથ ધરવાનું સુરત માનપા અને ડાયમંડ એસોસિયેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડાયમંડ એસોસિએશન દ્વારા લોકોને વિનામુલ્યે કોરોનાની રસી આપવામાં માટેની સારી કામગીરી કરવામાં આવી રહી છે. જેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ડાયમંડ એસોસિએશનની ઓફિસે શરૂ કરવામાં આવનારા છે અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓને પણ રસી આપવામાં આવનાર છે.