Not Set/ નિત્યાનંદ આશ્રમ/ તપાસમાં DPS સ્કૂલની આવી ચોંકાવનારી બાબતો આવી સામે

સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદ વકર્યો છે, ત્યારે વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. એક સીસીટીવી ફૂટેજ પોલીસે કબ્જે કર્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, ડીપીએસ સ્કૂલની બસ ભગવા વસ્ત્ર ધારણ કરેલી યુવતીઓ અને બાળકોને લઈ જઈ રહી છે. યુવતી અને બાળકોને લેવા મુકવા માટે ડીપીએસ સ્કૂલની બસ આવતી હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોઈ […]

Top Stories Ahmedabad Gujarat
nityananda નિત્યાનંદ આશ્રમ/ તપાસમાં DPS સ્કૂલની આવી ચોંકાવનારી બાબતો આવી સામે

સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદ વકર્યો છે, ત્યારે વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. એક સીસીટીવી ફૂટેજ પોલીસે કબ્જે કર્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, ડીપીએસ સ્કૂલની બસ ભગવા વસ્ત્ર ધારણ કરેલી યુવતીઓ અને બાળકોને લઈ જઈ રહી છે. યુવતી અને બાળકોને લેવા મુકવા માટે ડીપીએસ સ્કૂલની બસ આવતી હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, સાતથી આઠ યુવતીઓ અને બાળકો હાથીજણ રોડ પર આવેલા પુષ્પક સીટીમાં બે મકાનમાં રાખવામાં આવતા હતા.

નિત્યાનંદ આશ્રમ અને DPS સ્કૂલ વચ્ચેની સાંઠગાંઠનો વધુ એક ખુલાસો સામે આવ્યો છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરવા માટે DEO પોતાની ટીમ સાથે DPS સ્કૂલ પહોંચ્યા. જ્યા સ્કૂલના પાર્કિંગમાં આશ્રમની બસ જોવા મળી. DPS સ્કૂલના પાર્કિંગમાં આશ્રમની બસ છુપાવી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. બસની ઉપર લપંટ નિત્યાનંદનો ફોટો પણ છે. સ્કૂલ અને આશ્રમની સાંઠગાંઠ હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. મહત્વનું છેકે આ કેસમાં કલેક્ટરના આદેશ બાદ સઘન તપાસ કરવામાં આવી રહી છે. તપાસ ટીમ દ્વારા DPS સ્કૂલના પ્રિન્સિપાલ સહિતના લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, DPS સ્કૂલ દ્વારા પૂર્વે આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, સ્કૂલે પોતાની પ્રોપર્ટીનો કોઇ હિસ્સો નિત્યાનંદનાં આશ્રમને ભાડે આપવામાં આવ્યો છે અને ત્યાંની પ્રવૃતિ વિશે તેમને કોઇ ખબર નથી અને તેની સાથે કોઇ બીજી લેવા દેવા પણ નથી. આવા નિવેદન સાથે DPS દ્વારા સમગ્ર મામલે પોતાનું પલ્લું ઝાટકવાની કોશિશ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.