સર્વે/ ના હોય..ગત વર્ષે ભારતીયોએ પચાસ લાખ સમોસાનો ઓર્ડર કર્યો!

ભારતના લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન છે, વર્ષ 2021માં કઇ વાનગી સૌથી ઓર્ડર મળ્યા અને ભારતીયોએ કયા ફૂડની લીજ્જત માણી તેની ફૂડ કંપની સ્વિગીએ યાદી બનાવી છે

Food Trending

ભારતના લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન છે. વર્ષ 2021માં કઇ વાનગી સૌથી ઓર્ડર મળ્યા અને ભારતીયોએ કયા ફૂડની લીજ્જત માણી તેની ફૂડ કંપની સ્વિગીએ યાદી બનાવી છે.

સમોસા સૌથી લોકપ્રિય

ફૂડ ડિલિવરી એપ કંપની સ્વિગીએ વર્ષ 2021માં મળેલા ઓર્ડરના આધારે સૌથી લોકપ્રિય વાનગીઓની યાદી બહાર પાડી છે. ‘StateEATistics 2021: How India Swiggyed this year’ નામથી બહાર પાડવામાં આવેલા આ રિપોર્ટ અનુસાર, આ વર્ષે દેશમાં લોકોએ સૌથી વધુ સમોસા ખાવાનું પસંદ કર્યું. કંપનીને આ વર્ષે લગભગ 50 મિલિયન એટલે કે 50 લાખ ઓર્ડર સમોસાના મળ્યા છે. કંપનીએ પણ પોતાની આગવી શૈલીમાં આ વાતની ઉજવણી કરી હતી. ‘જબ તક રહેગા સ્વિગી પે સમોસા’ નામનું નિવેદન જાહેર કરીને કંપનીએ કહ્યું કે સમોસા આજે પણ દેશમાં નંબર-1 વાનગી છે. ઓફિસ હોય કે ઘર, કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી ગણવામાં આવે છે. તેની ઓછી કિંમત અને ઝડપી તૈયાર થતા હોવાના કારણે લોકો તેને સૌથી વધુ ઓર્ડર આપે છે.

પાવભાજી બીજા ક્રમે

કંપનીના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં લોકોની બીજી ફેવરિટ વાનગી પાવભાજી હતી. કંપનીને આ વર્ષે પાવભાજીના 2.1 મિલિયન એટલે કે 21 લાખ ઓર્ડર મળ્યા છે. તેમાંથી મોટાભાગના ઓર્ડર મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિતના મોટા મહાનગરોમાંથી આવ્યા હતા.

સ્વીટમાં ગુલાબજાંબુ બન્યા નંબર-1

સર્વે મુજબ આ વર્ષે લોકોને મીઠાઈઓમાં સૌથી વધુ ગુલાબજાંબુ ખાવાનું પસંદ કર્યું છે. તેમને આ વર્ષે દેશભરમાંથી ગુલાબ જામુનના 2.1 મિલિયન એટલે કે 21 લાખ ઓર્ડર મળ્યા છે. આ ઓર્ડરો મહાનગરો, શહેરો અને નાના વિસ્તારોમાંનાં છે.

ફૂડની પસંદગી બદલાય છે

સર્વેમાં સૌથી રસપ્રદ વાત સામે આવી છે કે રાત્રે 10 વાગ્યા પછી લોકોની ખાવાની પસંદગી બદલાઈ જાય છે. આ પછી લોકોને પોપકોર્ન, ફ્રેન્ચ ફ્રાઈસ અને ચીઝ ગાર્લિક બ્રેડનો ઓર્ડર મળ્યો. એટલે કે નાઇટ પાર્ટીઓમાં લોકોને આ વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરે છે.