Not Set/ કોઇ સીનીયર અધિકારીઓએ અનિલ પરમારને માનસિક ત્રાસ નથી આપ્યો: આરબી બ્રહ્મભટ્ટ

ગાંધીનગર, રાજ્યની ઇન્ટેલીજન્સ બ્રાંચમાં સર્વિસ કરતા પોલિસ સબ ઇન્સપેક્ટર અનીલ પરમાર ગુમ થયાં પછી આજે સ્ટેટ આઇબીની સીનીયર અધિકારી આર બી બ્રહ્યભટ્ટે જણાવ્યું હતું કે ગુમ થનાર પીએસઆઇ અનિલ પરમાર ગેરકાયદેસર ખનન પ્રવૃતિમાં ક્યાંક સંડોવાયા હતા. ગાંધીનગરના રાયસણમાં શુકન હાઇટ્સ ખાતે રહેતા અને સ્ટેટ આઇબીમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અનિલ પરમારે સીનીયર અધિકારીઓ હરિકૃષ્ણ પટેલ,આર […]

Uncategorized
mantavya 278 કોઇ સીનીયર અધિકારીઓએ અનિલ પરમારને માનસિક ત્રાસ નથી આપ્યો: આરબી બ્રહ્મભટ્ટ

ગાંધીનગર,

રાજ્યની ઇન્ટેલીજન્સ બ્રાંચમાં સર્વિસ કરતા પોલિસ સબ ઇન્સપેક્ટર અનીલ પરમાર ગુમ થયાં પછી આજે સ્ટેટ આઇબીની સીનીયર અધિકારી આર બી બ્રહ્યભટ્ટે જણાવ્યું હતું કે ગુમ થનાર પીએસઆઇ અનિલ પરમાર ગેરકાયદેસર ખનન પ્રવૃતિમાં ક્યાંક સંડોવાયા હતા.

ગાંધીનગરના રાયસણમાં શુકન હાઇટ્સ ખાતે રહેતા અને સ્ટેટ આઇબીમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અનિલ પરમારે સીનીયર અધિકારીઓ હરિકૃષ્ણ પટેલ,આર જે સવાણી અને જુલી કોઠિયા પર માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરતી ચિઠ્ઠી મુકી ઘર છોડી નીકળી ગયા હતા.

અનિલ પરમારના ગુમ થયા બાદ પોલિસ તંત્રમાં ખળભળાટ થઇ ગયો હતો.જેના પગલે સ્ટેટ આઇબીના સીનીયર અધિકારી આર બી બ્રહ્મભટ્ટે પ્રેસ કોન્સફરન્સ કરીને ખુલાસા કરવા પડ્યાં હતા.

ઇન્ચાર્જ ડીજી ઇન્ટેલિજન્ટ્સ બ્યુરો આર બી બ્રહ્રભટ્ટે કહ્યું કે અનિલ પરમાર સામે કોઇ ખાતાકીય પગલાં લેવામાં નથી આવ્યા માત્ર તેમની પાસે કારણદર્શક નોટિસ આપીને તેમની પર લાગેલાં આરોપો સામે તેમનો પક્ષ મુકવા જણાવવામાં આવ્યું હતું.

અનિલ પરમાર સામે એવો આરોપ લાગ્યો હતો કે, જામ ખંભાળીયામાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન મામલે તેમની સંડોવણી સામે આવી છે.જામ ખંભાળીયાના તત્કાલીન વિભાગીય અધિકારી જુલી કોઠિયા હતા.

અનિલ પરમારના પરિવારના આક્ષેપ મુજબ અનિલે તેમના વિસ્તારમાં ચાલી રહેલા તમામ અસામાજિક કામો બંધ કરાવી દીધા હતા. જેના કારણે તેમના ઉપરી અધિકારોઓને તેઓ પસંદ ન હતા.

અજાણ્યા લોકો દ્વારા આક્ષેપો કરતી અરજી અને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેની તપાસ તે સમયે ડીવાયએસપી  જુલી કોટિયાએ કરી હતી અને અવાર નવાર જુલી કોટિયા અનિલ પરમારને જુદા જુદા કારણોસર માનસિક ત્રાસ આપતા હતા.

જો કે આર બી બ્રહ્મભટ્ટે આ આરોપો નકાર્યા હતા અને કહ્યું કે જુલી કોઠિયાએ અનિલ પરમારને માનસિત ત્રાસ આપ્યો નથી. બીજા અધિકારીઓએ પણ તેમને માનસિક ત્રાસ આપ્યો નથી. હરિકૃષ્ણ પટેલ પણ જે તે સમયે આઇબીના રેન્જના વડા હતા અને એ પછી તેમની બદલી થઇ ગઇ હતી. આરબી બ્રહ્મભટ્ટે કહ્યું કે અનિલ પરમાર જ્યાં હોય ત્યાંથી પાછા ફરે અને અમે તેમની સુખાકારી ઇચ્છીએ છીએ.