Not Set/ મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સના ઓપરેટરે લીધા 17 હજાર રૂપિયા, અંતે પોલીસ વચ્ચે આવતા..

કોરોના વાયરસથી પીડિત લોકો આસ-પાસની અવ્યવસ્થાના કારણે ખુબ જ પરેશાન થઈ રહ્યા છે. ક્યારેક દવાઓ અને ઇન્જેકશન ખરીદવા માટે હજારો – લાખો રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે,

India

કોરોના વાયરસથી પીડિત લોકો આસ-પાસની અવ્યવસ્થાના કારણે ખુબ જ પરેશાન થઈ રહ્યા છે. ક્યારેક દવાઓ અને ઇન્જેકશન ખરીદવા માટે હજારો – લાખો રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે, તો ક્યારેક એમ્બ્યુલન્સ ઓપરેટરોની મનમાની સહન કરીવી પડી રહી છે. આવા અનેક કિસ્સાઓ બન્યા છે, જેમાં એમ્બ્યુલન્સ ઓપરેટરે થોડા કિલોમીટરના અંતર માટે હજારો રૂપિયા વસૂલ કર્યા છે. તાજેતરમાં જ નોઇડામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે, જેની સોશિયલ મીડિયા જોરદાર ચર્ચા થઈ રહી છે.

7 કિ.મી. માટે વસૂલ્યા 17 હજાર રૂપિયા

નોઇડા સેક્ટર 37 માં રહેતા નિવૃત્ત અધિકારી સોહનસિંહે ખાનગી એમ્બ્યુલન્સ ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે એમ્બ્યુલન્સ ઓપરેટરે તેની પાસેથી  7 કિ.મી.ના અંતર માટે 17 હજાર રૂપિયા ચાર્જ કર્યા હતા. 10 મેના રોજ તેની પત્નીનું અવસાન થયું હતું અને આ એમ્બ્યુલન્સ તેમનો મૃતદેહ લેવા માટે બુક કરાઈ હતી. એમ્બ્યુલન્સ ઓપરેટરે ભારતમાં કોરોના કેસને કારણે વિકટ પરિસ્થિતિનો લાભ ઉઠાવતા આ માંગ મૂકી દીધી છે.

આ પણ વાંચો :કોબ્રા સાપ ઘરની બહાર આવ્યો તો દાદીએ પૂંછડી પકડીને એવું કર્યું કે, વીડિયો જોઈને ચોંકી જશો

નિવૃત્ત કર્નલ સોહનસિંહે એમ્બ્યુલન્સ ઓપરેટર વિરુધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ પછી, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એમ્બ્યુલન્સ ઓપરેટરને પાઠ ભણાવ્યો છે, જેના પર તેણે હાથ જોડીને નિવૃત્ત અધિકારીના 17 હજાર રૂપિયા પાછા આપ્યા હતા. અંતિમવિધિ સમારોહ સમયે નિવૃત્ત અધિકારી પાસેથી 7,000 રૂપિયા પણ વસૂલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : મહિલાએ કર્યો દાવો, મને એલિયન્સે 52 વખત કિડનેપ કરી, બતાવ્યા પુરાવા

આ પણ વાંચો :ચીનનાં ગ્લાસ બ્રિજ પર ચાલી રહ્યો હતો શખ્સ, અચાનક આવેલા વાવાઝોડાએ તોડ્યો પૂલ અને પછી…