Not Set/ બિન સચિવાલય પરીક્ષા/ મારુ મોત થાય તો કોઈએ પણ મારો ફોટો dp માં નહિ મુકવો-પરીક્ષાર્થી 

ગુજરાત ખાતે તા.18/11/2019ના રોજ લેવાયેલ જૂનીયર ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની બિન સચિવાલયની પરીક્ષા રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ છેલ્લા 10 દિવસથી ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે. આજે આ અંદોલનના 10માં દિવસે પણ પરીક્ષાર્થીઓ પોતાની માંગ માટે અડગ રહ્યા છે .અને ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખ્યું છે. ગાંધીચીંધ્યા સત્ય અને અહિંસાના માર્ગે ચાલતા આ આંદોલનમાં આજે […]

Uncategorized
bjp mp 8 બિન સચિવાલય પરીક્ષા/ મારુ મોત થાય તો કોઈએ પણ મારો ફોટો dp માં નહિ મુકવો-પરીક્ષાર્થી 

ગુજરાત ખાતે તા.18/11/2019ના રોજ લેવાયેલ જૂનીયર ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની બિન સચિવાલયની પરીક્ષા રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ છેલ્લા 10 દિવસથી ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે. આજે આ અંદોલનના 10માં દિવસે પણ પરીક્ષાર્થીઓ પોતાની માંગ માટે અડગ રહ્યા છે .અને ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખ્યું છે.

ગાંધીચીંધ્યા સત્ય અને અહિંસાના માર્ગે ચાલતા આ આંદોલનમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા શુક્રવારે તા.13-12-2019ના રોજ બિન સચિવાલય પરીક્ષા રદ માટે મુખ્યમંત્રી પોસ્ટ કાર્ડ લેખનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તો સાથે સાથે સૂત્રોચ્ચાર, રામધૂન, વ્હિસલ બ્લોઇંગ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ દ્વારા ભારતના સંવિધાનના આમુખનું સામૂહિક વાંચનનો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે.

તો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી  ખાતે બેઠેલા પરીક્ષાર્થીમાંથી 7 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આજે પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા છે. આ અંગે ચિંતન સંઘાણી કે (જેને થોડા દિવસ અગાઉ હોસ્પિટલ લઇ જવામાં અવ્યો હતો,) જણાવ્યું હતું કે, હું લોકો ને અપીલ કરુ છું કે,  જો આ આંદોલન માં મારુ મોત થાય તો કોઈએ પણ મારો ફોટો dp માં નહિ મુકવો. સપોર્ટ કરવો જ હોય તો અત્યારે અહીં આવી આંદોલન ને સપોર્ટ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.