વજન/ ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોગનું વજન ઘટીયુ

કિમ જોગનું વજન ઘટીયું

Top Stories
kim jog ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોગનું વજન ઘટીયુ

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોગ ઉનના સ્વાસ્થને લઇને અવાર નવાર અટકળો લગાવવામાં આવે છે. અને આવી અટકળોને હવા મળે છે.એજન્શીના જણાવ્યા મુજબ કિમ જોગનાે વજન લગભગ 10 થી 20 કિલો ઉતરી ગયો છે.દક્ષિણ કોરિયા,અમેરિકા,અને જાપાન જેવા દેશોમાં કિમના સ્વાસ્થની ચર્ચા કેન્દ્રમાં રહે છે. સોશિયલ મીડિયામાં જારી કરવામાં આવેલી કિમ જોંગની તસ્વીરો જોઇને લાગી રહ્યું છે કે તેમનું વજન ઓછું થઇ ગયું છે. તેમની ઘડી પહેલાથી પણ વધારે ઢીલી થઇ ગઇ છે. તેમનો ચેહરો પણ પાતળો થઇ ગયો છે.

કેટલાક વિશ્લેષકો કહે છે કે કિમનું વજન, જે અગાઉ 140 કિલો હતું અને હવે તે 10 થી 20 કિલો ઘટી ગયું છે. સિઓલ સ્થિત કોરિયા ઈન્સ્ટિટ્યૂટ ફોર નેશનલ યુનિફિકેશનના વરિષ્ઠ વિશ્લેષકે હોંગ મીને જણાવ્યું હતું કે, પાંચ ફૂટ આઠ ઇંચવાળા કિમનું વજન ઓછું થવું એ બીમારીના સંકેત કરતાં તેના સ્વાસ્થ્યમાં વધુ સુધાર હોવાનું જણાવે છે. હકીકતમાં, કિમના પરિવારના સભ્યો, જે  દારૂ અને ધૂમ્રપાન કરે છે, તેઓ હૃદયની બિમારીઓથી પીડિત છે. કિમ જોંગ ઉનના પિતા અને દાદા પણ હૃદયની બિમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા.

નિષ્ણાતો કહે છે કે સરમુખત્યાર કિમનું વધારે વજન હૃદય રોગની શક્યતા વધારે છે. સિયુલ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નોર્થ કોરિયન સ્ટડીઝના સીઓ યુ-સીઓકે કહ્યું કે ઉત્તર કોરિયાએ તાજેતરમાં શાસક વર્કર્સ પાર્ટીના પ્રથમ સચિવ પદ બનાવ્યા છે. કબજો કરનાર વ્યક્તિ કિમ પછી દેશનો બીજો નંબર હશે. એટલું જ નહીં, આ પોસ્ટ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લગતી સંભવિત સમસ્યાઓથી પણ સંબંધિત હોઈ શકે છે. જો કે, કિમ જોંગ ઉન હજુ સુધી કોઈને નોમિનેટ નથી કરીયા કારણ કે આમ કરવાથી તેની સત્તા પરની પકડ ઓછી થઈ જાય છે.