Gandhinagar News/ 12 નહીં 18 વર્ષે ‘બાવો’ જાગ્યો, કચ્છના ભૂતપૂર્વ કલેક્ટરના કૌભાંડની આટલા વર્ષે ખબર પડી

શાસક પક્ષે રામરાજ્યનું અર્થઘટન કંઇક વિપરીત જ કર્યુ લાગે છે. તેના લીધે રામરાજ્યને આદર્શ માનતું તંત્ર રીતસર રામભરોસે ચાલે છે. કદાચ રામરાજ્યનો અર્થ તંત્રએ આ જ પ્રકારનો કર્યો લાગે છે.

Gujarat Gandhinagar Top Stories Others Breaking News

Gandhinagar News:  શાસક પક્ષે રામરાજ્યનું અર્થઘટન કંઇક વિપરીત જ કર્યુ લાગે છે. તેના લીધે રામરાજ્યને આદર્શ માનતું તંત્ર રીતસર રામભરોસે ચાલે છે. કદાચ રામરાજ્યનો અર્થ તંત્રએ આ જ પ્રકારનો કર્યો લાગે છે.

આના ઉદાહરણ તરીકે જોઈએ તો 18 વર્ષ પહેલાંના કૌભાંડમાં કચ્છના પૂર્વ ડેપ્યુટી જે.ડી.જોશીની ધરપકડ કરાઈ છે. તેમની સામે ચાર લોકોને ગેરકાયદે રીતે ફાયદો કરાવીને સરકારની તિજોરીને લગભગ એક કરોડ રૂપિયાનો ફટકો મરવાનો આરોપ છે.

હવે આશ્ચર્યની વાત  છે કે મહેસૂલ વિભાગને જે.ડી.જોશીના કૌભાંડની જાણ થવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો. આટલા સમય સુધી તંત્ર ક્યાં ઘોરતું રહ્યું. પૂર્વ ડેપ્યુટી જે.ડી.જોશીએ 2007-08માં આચરેલા કૌભાંડની તપાસમાં મહેસૂલ વિભાગે વર્ષો કાઢી નાખ્યાં. આ દરમિયાન તે નિવૃત્ત પણ થઈ ગયા હતા. તેમને નિવૃત્તિના તમામ લાભ પણ આપી દેવાયા હતા.

હવે જે.ડી. જોશીએ પોતાની સત્તાથી ઉપરવટ જઈને જમીનોને લગતા હુકમ કરી સરકારને રૂપિયા 80 લાખનું નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તેમની બહુચરાજીથી ધરપકડ કરી છે. ભુજ ગ્રામ્યના મામલતદાર ભરત શાહે એ ડિવિઝન નોંધાવેલી પોલીસ ફરિયાદમાં દાવો કર્યો છે કે, તત્કાલીન પ્રાંત અધિકારી જે.ડી.જોશીએ સરકારી નોકરિયાત હોવા છતાં સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાનું બહાર આવતાં ફરિયાદ નોંધાવીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જે.ડી. જોશી સામે ભુજ તાલુકાના માધાપર ગામના રામજી શામજી પીંડોરીયાને સરકારી જમીન વિનામૂલ્યે આપી સરકારને લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાનું આર્થિક નુકશાન પહોંચાડવાનો આરોપ છે. આ ઉપરાંત એશિયા મોટર વર્કસ લિમિટેડ બિનખેડૂત હોવા છતાં જાન્યુઆરી 2006માં કરવામાં આવેલી અરજીના આધારે અરજદારની ખેતીની જમીનને નોન એન.એ. કરવા માટે લાંચ લીધી હતી.

આ રીતે અરજદારને આર્થિક ફાયદો પહોંચાડવા માટે સરકારને લગભગ 40 લાખ રૂપિયાનો ફટકો માર્યો હતો. અન્ય એક કેસમાં સરકારને દબાણ નિયમિત કરવાના અઢી ગણા દંડની રકમ વસૂલી સરકારને 15 લાખ રૂપિયાનો ફટકો માર્યો હતો. અન્ય ફરિયાદમાં સૃજન ટ્રસ્ટ વતી મેનેજિંગ ટ્રસ્ટી ચંદાબેન શ્રોફને ફાયદો કરાવવાનો આરોપ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ

આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! હવામાન વિભાગનું પૂર્વાનુમાન

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં