Ahmedabad News : ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના ચકચારભર્યા કેસમાં ફરાર છ આરોપીઓને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે. તે સિવાય યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટરોને સાથે રાખીને 11 મુદ્દાઓ તૈયાર કરીને PMJAYની ઓફિસમાંથી રિપોર્ટ મોકલીને વધુ વિગતો માંગી છે. ઉપરાંત 23 જેટલા ડોક્ટરોને નોટિસ પાઠવવામાં આવી છે અને 3 ડોક્ટરોની પુછપરછ કરવામાં આવી હતી.ક્રાઈમ બ્રાંચે બે દર્દીઓના મોત મામલે 23 ડોક્ટરોને નોટિસ ફટકારી છે. જેમાં હાલના અને અગાઉ ખ્યાતિ હોસ્પિટસલ સાથે જોડાયેલા ડોકટરોનો સમાવેશ થાય છે.
23 ડોક્ટરો પૈકી 3 ડોક્ટરના નિવેદન નોંધવામાં આવ્યા છે. તે સિવાય વસ્ત્રાપુર પોલીસે માંથી વિગતો માંગી છે. જોકે PMJAY ઓફિસમાંથી માત્ર એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી સર્જરી કેટલી થઈ તેની તથા કેટલા રૂપિયા છે તેની જ વિગતો આપી હતી. જેને પગલે ક્રાઈમ બ્રાંચે ફરીથી કેટલાક ટેક્નિકલ મુદ્દાઓનું લિસ્ટ યુએન મહેતા હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને સાથે રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત PMJAYથી થયેલ વર્ષ 2022થી અત્યાર સુધીમાં થયેલા એન્જીયોપ્લાસ્ટી સર્જરી અને અન્ય ઓપરેશનની વિગતો માંગવામાં આવી છે.
જ્યારે PMJAYની SOP અને લર્જરીને કારણે કેટલા દર્દીના મોત થયા તેની પણ માહિતી મંગાવવામાં આવી છે. આ વિગતો આવ્યા બાદ આ વિગતો આવ્યા બાદ બિનજરૂરી સર્જરીના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે. ક્રાઈમ બ્રાંચના સુત્રાનું કહેવું છે કે ડોક્ટરોને સાથે રાખીને કરાયેલી તપાસમાં તેમનું કહેવું છે કે એન્જિયોપ્લાસ્ટી સર્જરી 100 વ્યક્તિની થતી હોય ત્યારે ભાગ્યેજ બે દર્દીના મોત થતા હોય છે. પરંતુ ખ્યાતિ હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરતા બે દર્દીના મોતને પગલે ડેથનો કેસિયો વધ્યો હતો.
છે.
બીજીતરફ ક્રાઈમબ્રાંચના ડીસીપીનું કહેવું છે કે ખ્યાતિ હોસ્પિટલમાંથી કબજે કરાયેલા રજીસ્ટરનામ સર્જરી અંગે કોઈ ઉલ્લેખ નથી. રજીસ્ટરમાં દર્દીનું નામ લખેલું હતું. સર્જરીના સમયનો પણ ઉલ્લેખ કરાયો નથી. હોસ્પિટલમાંથી માત્ર કાચી ચિઠ્ઠીઓ મળી છે. જ્યારે સર્જરી અંગે કોઈ ઓફિશીયલ દસ્તાવેજો મળ્યા નથી.તે સિવાય ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલમાંથી અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટીની સર્જરીની 30 સીડી કબજે કરી છે. આ 30 સીડી અંગે ક્રાઈમ બ્રાંચ યુએન મહેતાના ડોક્ટરો સાથે ભેગા મળીને નિરીક્ષણ કર્યું હતું. યુએન મહેતાના ડોક્ટરો હવે સીડીને આધારે રિપોર્ટ તૈયાર કરીને આગળની કાર્યવાહી કરાશે.
દરમિયાન વોન્ટેડ આરોપી ચિરાગ રાજપૂત વર્ષ 2021 પહેલા મેડિકલ રિપ્રેઝન્ટેટીવ એટલેકે એમઆર તરીકે કામ કરતો હતો. આથી ચિરાગ એલગ એલગ હોસ્પિટલો અને ડોક્ટરોને મેડિકલ મટિરિયલના સેમ્પલ આપવા જકો હોવાથી તે તમામના સંપર્કમાં આવ્યો હતો. 2021માં ચિરાગ અને કાર્તિક પટચેલ બન્નેએ ખ્યાતિ હોસ્પિટલ ટેકઓવર કરી લીધી હતી. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પચેલ ચેરમેન અને ચિરાગ રાજપુત સીઈઓ બન્યા હતા.ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરનારા ડો.પ્રશાંત વજીરાણી હાલમાં ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં છે.
પુછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, ઓપીડી માટે અનુભવી ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પુરતો ન હતો. જ્યારે કોઈ દર્દીની સર્જરી કરવાની હોય તે પહેલા પ્રિ કેર અને સર્જરી બાદ પણ પોસ્ટ કેર હોસ્પિટલ દ્વારા કરાતી ન હતી. જ્યારે એન્જીયોપ્લાસ્ટી સર્જરી મોટાભાગે PMJAY સ્કિમમાંથી જ કરાતી હતી. ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું હતું કે વર્ષ 2022તી 2023 દરમિયાન અનેક સર્જરી ડો. પ્રશાંતે કરી હતી. પરંતુ હોસ્પિટલના સંચાલકોએ તેણે લેવાના નિકળતા 24 લાખ રૂપિયા આપ્યા ન હતા. ડો. વજીરાણીએ ખ્યાતિ હોસ્પિટલ સાથે કામ બંધ કરીને અન્ય હોસ્પિટલ માટે કામ શરૂ કર્યું હતું. ચાર મહિના પહેલા જ પોતાના 24 લાખ પરત મેળવવા ફરીથી ખ્યાતિ હોસ્પિટલમાં જોડાઈને 20 જેટલી સર્જરી કરી હવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ, ધોળકાના રૂપાલ ગામમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
આ પણ વાંચો:સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો 2 નહીં પરંતુ 5 લોકોના મોત,ખ્યાતિ હોસ્પિટલ કાંડમા મોટો ખુલાસો
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં પણ બોરીસણા જેવો જ કાંડ કર્યો
