Khyati Hospital Scam/ ડો. પ્રશાંતને વસ્ત્રાપુર પોલીસ લોકઅપમાં VIP ટ્રીટમેન્ટ આપનારા PI સસ્પેન્ડ

ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી ડો. પ્રશાંત વજિરાણીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા છે. તેમની અહીં વીઆઇપી મહેમાન તરીકે ટ્રીટમેન્ટ અપાતી હતી. આ સમાચાર ફેલાવવાના પગલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ એલ ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 11 19T104212.016 ડો. પ્રશાંતને વસ્ત્રાપુર પોલીસ લોકઅપમાં VIP ટ્રીટમેન્ટ આપનારા PI સસ્પેન્ડ

Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી ડો. પ્રશાંત વજિરાણીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા છે. તેમની અહીં વીઆઇપી મહેમાન તરીકે ટ્રીટમેન્ટ અપાતી હતી. આ સમાચાર ફેલાવવાના પગલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ એલ ચાવડા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની અને અન્ય પોલીસની ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેના પછી તેમને સસ્પેન્ડ કરાયા હતા. ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટને તેમની સામે તપાસ સોંપાઈ હતી. આ તપાસ ત્રણ કલાક ચાલી હતી.

પણ અહીં આશ્ચર્યની વાત એ છે કે તેમની સાથે આરોપીના બદલે જાણે તે પોલીસના મહેમાન હોય તેમ તેમની પરોણાગત કરવામાં આવી રહી છે. તેમને પોલીસ સ્ટેશનનું તૈયાર કરેલું ભોજન આપવામાં આવતું નથી, પરંતુ ડોક્ટરની પત્ની દ્વારા રાંધેલું ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

હવે સવાલ એ છે કે બીજો કોઈ સામાન્ય આરોપી હોત તો પોલીસે તેને આ પ્રકારની સગવડ પૂરી પાડી હોત. તેને ઘરેથી ટિફિન આપ્યું હોત. કહેવાય છે કે ગરીબને અહીં પણ અન્યાય થાય છે. કોઈ ગરીબ આરોપી હોત તો પોલીસે તો અત્યાર સુધીમાં સગવડ તો બાજુએ રહી પરંતુ પૂરેપૂરી અગવડ થાય તેવા પ્રયત્ન કર્યા હોત. આમ ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે તે કહેવત સાચી પુરવાર થાય છે.

વસ્ત્રાપુર પોલીસ આમ પણ વગદાર આરોપીઓની સરભરા કરવા માટે જાણીતી છે.  અગાઉ ત્રણ વર્ષ પહેલા વસ્ત્રાપુર પોલીસે રિમાન્ડ દરમિયાન પ્રખ્યાત બિલ્ડર રમણ અને દશરથ પટેલને વીવીઆઈપી સુવિધાઓ પૂરી પાડી હતી અને હવે એ જ વસ્ત્રાપુર પોલીસે એક સ્ટિંગ કર્યું છે જેમાં ગરીબોને દુઃખી કરનારા આરોપીને પણ મહેમાન જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે.

વસ્ત્રાપુર પોલીસની પ્રીતિ વજિરાણી તેના પતિ માટે ઘરેથી ટિફિન લાવે છે અને વસ્ત્રાપુર પોલીસના જવાનો દ્વારા રેસ્ટોરન્ટ દ્વારા ટિફિન પોલીસ સ્ટેશનમાં પહોંચાડવામાં આવે છે. જ્યાં પોલીસકર્મીઓ રેસ્ટોરન્ટની ડાયરીમાં એન્ટ્રી કરીને વીવીઆઈપી સુવિધા પૂરી પાડે છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ માંગે અને રેસ્ટોરન્ટના સ્ટાફની પૂછપરછ કરે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. ખ્યાતિ હોસ્પિટલ કેસના આરોપી ડો.પ્રાંત વજરાણીની પોલીસે બુધવારે રાત્રે ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ પર લીધા છે.

ડો.પ્રીતિ વજરાણી શનિવારે બપોરે 2.30 કલાકે બે બેગ લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને આવે છે.  બાદમાં હાજર પોલીસકર્મીઓ ડો. પ્રીતિને પોલીસ સ્ટેશનની સામે આવેલી રેસ્ટોરન્ટમાં મોકલે છે. જ્યાં ડો. પ્રીતિ અને એક પોલીસકર્મી સાથે મળીને ઘરે બનાવેલું ભોજન રેસ્ટોરામાં એક ટિફિનમાં પેક કરે છે અને પોલીસકર્મીની સૂચના મુજબ રેસ્ટોરન્ટના કર્મચારીઓ આ ટિફિન લાવે છે. પોલીસકર્મીના આદેશ પર, રેસ્ટોરન્ટ કર્મચારી ડૉ. પ્રીતિએ આપેલું ટિફિન સફેદ બેગમાં પેક કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PSO રૂમમાં પહોંચાડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ખ્યાતિકાંડમાં’ થયો મોટો ખુલાસો; 4 વર્ષમાં 3500 જેટલી કરાઈ સર્જરી, 25 કરોડ રૂપિયા સરકાર પાસેથી લીધાં

આ પણ વાંચો:ચકચારભર્યા ખ્યાતિ હોસ્પિટલકેસમાં ક્રાઈમ બ્રાંચ કરશે તપાસ : પોલીસ કમિશ્નર

આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલ કાંડ સંચાલકો અને આરોગ્ય વિભાગના ભ્રષ્ટાચારનું જોઈન્ટ ‘ઓપરેશન’