Not Set/ હવે તો હદ કરી!! બસ ડ્રાઇવરને હેલ્મેટ ન પહેરવા પર મળ્યો મેમો, અધિકારીઓ પણ પરેશાન

જે સમયથી ટ્રાફિકનાં નવા નિયમોને લાગુ કરવામાં આવ્યા છે તે સમયથી જ સતત આ એક ચર્ચાનો વિષય બની ગયો છે. આપણે જોયુ કે ગત દિવસોમાં લોકોને ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરવા પર મોટો દંડ ચુકવવો પડ્યો હતો. જેને લઇને હવે જનતામાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. રોજ કોઇને કોઇ આ નિયમને લઇને કિસ્સાઓ સામે આવી […]

Top Stories India
uproadwaysbus 1568727128 હવે તો હદ કરી!! બસ ડ્રાઇવરને હેલ્મેટ ન પહેરવા પર મળ્યો મેમો, અધિકારીઓ પણ પરેશાન

જે સમયથી ટ્રાફિકનાં નવા નિયમોને લાગુ કરવામાં આવ્યા છે તે સમયથી જ સતત આ એક ચર્ચાનો વિષય બની ગયો છે. આપણે જોયુ કે ગત દિવસોમાં લોકોને ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરવા પર મોટો દંડ ચુકવવો પડ્યો હતો. જેને લઇને હવે જનતામાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. રોજ કોઇને કોઇ આ નિયમને લઇને કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેવો જ એક છેલ્લો કિસ્સો મહારાજગંજ જિલ્લાનો છે.

અહીંની ટ્રાફીક પોલીસે સરકારી બસનો જ મેમો ફાડ્યો છે. મેમો ફાડવાનું કારણ જાણી આપ ચોંકી જશો. આ મેમો ફાડવા પાછળનું કારણ હેલ્મેટ ન પહેરવુ બતાવવામાં આવ્યુ છે. આ ચલણની રસીદ જોયા પછી, તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે ડ્રાઇવરે હેલ્મેટ પહેર્યું ન હોવાથી કોઈ પણ રોડવેઝની બસ મેમો ફાડી શકે ખરા.

Image result for roadways bus up

આપને જાણીને નવાઇ લાગશે પણ આ એકદમ સાચી ઘટના છે. મેમો શીટ ઉપર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને બતાવવામાં આવ્યું છે કે બસ ચાલક હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર ચલાવતો હતો. એટલું જ નહીં, યુપીએસઆરટીસીનાં જનરલ મેનેજર અને રિજનલ મેનેજર ગોરખપુરને પણ આ ચલણની નોટિસ મોકલવામાં આવી છે. જેનો મેમો ફાડવામાં આવ્યો છે તે બસ નિચલૌલ ડેપોની બતાવવામાં આવી રહી છે, જેનો નંબર UP 53 DT 5460 છે. ચલણનું સ્થાન સિંદૂરિયા રોડ, બિસ્મિલ નગર મહારાજગંજનું છે. આ ચોંકાવનાર ચલણમાં સહાયક પ્રાદેશિક મેનેજર મહારાજગંજને થોડા સમય માટે વિચારતા કરી દીધા છે.

હવે તેને યુપી ટ્રાફિક પોલીસની બેદરકારી માનીએ અથવા ગુંડાગીરી. જ્યારે તેઓ ઈચ્છે તેઓ કોઇનો પણ મેમો ફાડી દે છે. જો કે, એડિશનલ એસપીનું કહેવું છે કે આ માનવ ભૂલની વાત છે અને અમે હવેથી આવું ન બને તે સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.