Not Set/ પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યા બાદ ભડકે બળ્યુ કરાચી, વિરોધમાં લોકો રસ્તે ઉતર્યા

પાકિસ્તાન પોતાની આતંકવાદી ગતિવિધિઓને લઇને પહેલા જ વિશ્વભરમાં અપમાન સહન કરી રહ્યુ છે, ઉપરાતં હવે નવા આવી રહેલા સમાચારે તેની નિંદર ઉડાવી દીધી છે. મંગળવારનાં રોજ પાકિસ્તાનના સિંધ પ્રાંતનાં ઘોટકી જિલ્લામાં એક યુવતીને બળજબરીથી ધર્મ પરિવર્તિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ નિષ્ફળ જતા આ યુવતીની હત્યા કરવામાં આવી જે બાદ લોકો તેનો વિરોધ કરવા […]

Top Stories World
karachi પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યા બાદ ભડકે બળ્યુ કરાચી, વિરોધમાં લોકો રસ્તે ઉતર્યા

પાકિસ્તાન પોતાની આતંકવાદી ગતિવિધિઓને લઇને પહેલા જ વિશ્વભરમાં અપમાન સહન કરી રહ્યુ છે, ઉપરાતં હવે નવા આવી રહેલા સમાચારે તેની નિંદર ઉડાવી દીધી છે. મંગળવારનાં રોજ પાકિસ્તાનના સિંધ પ્રાંતનાં ઘોટકી જિલ્લામાં એક યુવતીને બળજબરીથી ધર્મ પરિવર્તિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ નિષ્ફળ જતા આ યુવતીની હત્યા કરવામાં આવી જે બાદ લોકો તેનો વિરોધ કરવા કરાચીની રસ્તે ઉતરી આવ્યા છે.

સિંધી હિન્દુ યુવતી નમ્રતા ચંદાનીની હત્યા સામે પાકિસ્તાનમાં ભારે વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયો છે. મોડી રાત્રે કરાચીનાં રસ્તાઓ પર હજારો પ્રદર્શનકારીઓએ હત્યારાઓની ધરપકડ કરવાની માંગ કરી હતી. મેડિકલની વિદ્યાર્થી નમ્રતાની લાશ શંકાસ્પદ સંજોગોમાં તેની હોસ્ટેલમાંથી મળી હતી. તેના ગળામાં દોરડું બાંધેલું હતું. નમ્રતાનાં ભાઈએ તેની હત્યા થવાનો આરોપ લગાવ્યો હતો.

આપને જણાવી દઈએ કે સિંધ પ્રાંતનાં ઘોટકી જિલ્લાની નમ્રતા ચાંદનીની લાશ મંગળવારે તેના હોસ્ટેલનાં રૂમનાં બેડ પર પડી મળી હતી. નમ્રતાનો રૂમ અંદરથી બંધ હતો અને તેના ગળામાં કપડુ બંધાયેલુ હતુ. વળી પાકિસ્તાની પોલીસ અધિકારીઓ ઇચ્છતા હતા કે આ કેસને આત્મહત્યા તરીકે જાહેર કરવામાં આવે, પરંતુ નમ્રતાનાં પરિવારજનોનું કહેવું છે કે તેની હત્યા કરવામાં આવી છે.

મેડિકલ કન્સલટન્ટ વિશાલ જે નમ્રતાનો ભાઈ છે તેનુ માનવુ છે કે પ્રાથમિક તપાસ બતાવે છે કે નમ્રતાની હત્યા કરવામાં આવી છે. વિશાલે કહ્યું, મેં નમ્રતાનાં ગળા પર વાયરનાં નિશાન જોયા છે. તેના હાથ પર આ જ નિશાન છે. વિશાલે કહ્યું કે તે તારની જ નિશાની છે પરંતુ તેનો મિત્ર કહે છે કે જ્યારે તેણે નમ્રતાને જોઇ ત્યારે તેના ગળામાં દુપટ્ટો બંધાયેલો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.