Not Set/ હવે ફિલ્મ ‘સનમ તેરી કસમ’ના ડાયરેકટરને થયો કોરોના

દેશ દુનિયામાં જીવલેણ કોરોના વાયરસ કાળો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે આવામાં સામાન્ય જનતાથી લઈને મોટી-મોટી હસ્તિઓ આ વાયરસની ઝપેટમાં આવી રહી છે.

Entertainment
A 219 હવે ફિલ્મ 'સનમ તેરી કસમ'ના ડાયરેકટરને થયો કોરોના

દેશ દુનિયામાં જીવલેણ કોરોના વાયરસ કાળો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે આવામાં સામાન્ય જનતાથી લઈને મોટી-મોટી હસ્તિઓ આ વાયરસની ઝપેટમાં આવી રહી છે. ત્યારે આવામાં બોલીવૂડના સ્ટાર અને ડાયરેક્ટર પણ આ જીવલેણ વાયસરની ઝપેટમાં આવી રહ્યા છે. આવામાં વધુ એક ડિરેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ફિલ્મ ‘સનમ તેરી કસમ’ ના ડિરેક્ટર વિનય સપ્રુને કોરોના થયો છે. કોરોના ચેપ લાગ્યાં બાદવિનય હોમ ક્વોરેન્ટાઇનમાં છે. વિનય સપ્રુએ ટ્વિટર દ્વારા તેના ચાહકોને આ વાત જણાવી છે.

આ પણ વાંચો : હિનાની તસવીરોએ ફરી ઇન્ટરનેટ પર વર્તાવ્યો કહેર, બોયફ્રેન્ડ સાથે માલદીવમાં માણી રહી છે મજા

જણાવીએ કે, વિનય સપ્રુએ ટ્વીટ કરી કહ્યું કે. ‘હું તમને બધાને કહેવા માંગુ છું કે મને કોરોના થયો છે. ડોકટરોની સલાહ અને સરકારના નિયમોને ધ્યાનમાં રાખીને, આ સમયે હું હોમ ક્વોરેન્ટાઇનમાંમાં છું.

ઉલ્લેખનીય છે કે, વિનય અને રાધિકાએ હાલમાં જ મ્યુઝિક વીડિયોનું શૂટિંગ પૂરું કર્યું છે. આ મ્યુઝિક વીડિયોમાં રકુલ પ્રીત સિંહ અને અર્જુન કપૂર છે. વિનય નિર્દેશક ઉપરાંત નિર્માતા અને લેખક પણ છે. ઘણી ફિલ્મો ઉપરાંત તેમણે સંગીત અને કમર્શિયલનું દિગ્દર્શન પણ કર્યું છે.

આ પણ વાંચો : આલિયા ભટ્ટ કલરફૂલ બિકીનીમાં અંડર વોટર સ્વિમિંગ કરતી આવી નજર, ચાહકોએ કહ્યું જલપરી..

આપણ જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં બોલીવુડના ઘણા સ્ટાર્સ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ સ્ટાર્સમાં અભિષેક બચ્ચન,અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, મલાઈકા અરોરા, રણબીર કપૂર, નીતુ સિંહ, સતિષ કૌશિક, સંજય લીલા ભણસાલી જેવી હસ્તિઓ શામેલ છે.