Not Set/ કોરોનાના વધતાં કેસો વચ્ચે 31 જાન્યુઆરીએ યોજાનારા ગ્રેમી એવોર્ડ્સ સ્થગિત કરાયો

ઇવેન્ટ પહેલા કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ધ રેકોર્ડિંગ એકેડમીએ ગ્રેમી એવોર્ડ્સ 2022 સ્થગિત કરવાની જાહેરાત કરી છે

Entertainment
Untitled 22 કોરોનાના વધતાં કેસો વચ્ચે 31 જાન્યુઆરીએ યોજાનારા ગ્રેમી એવોર્ડ્સ સ્થગિત કરાયો

  હાલ  સમગ્ર  દેશમાં  કોરોનાના કેસ  સતત વધતાં જોવા મળી રહ્યા છે કોરોના વાયરસનો કહેર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના જોખમને કારણે ગ્રેમી એવોર્ડ 2022 મુલતવી રાખવામાં આવ્યો છે. ગ્રેમી એવોર્ડને સંગીત જગતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણવામાં આવે છે. 64મો ગ્રેમી એવોર્ડ 31 જાન્યુઆરીના રોજ લોસ એન્જલસ, યુએસએમાં યોજાનાર હતા. ઇવેન્ટ પહેલા કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ધ રેકોર્ડિંગ એકેડમીએ ગ્રેમી એવોર્ડ્સ 2022 સ્થગિત કરવાની જાહેરાત કરી છે. રેકોર્ડિંગ એકેડમી આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન કરે છે.

Instagram will load in the frontend.

 

રેકોર્ડિંગ એકેડમીનું માનવું છે કે 31 જાન્યુઆરીએ યોજાનારી ઈવેન્ટમાં કોરોનાનો કહેર વધી શકે છે. તેથી તેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યા છે અને આ કાર્યક્રમ માટે ટુંક સમયમાં નવી તારીખની જાહેરાત કરી તેનું આયોજન કરવામાં આવશે.

ઓમિક્રોનના વધતા જતા કિસ્સાઓ વચ્ચે, મનોરંજન ઉદ્યોગના અન્ય કાર્યક્રમોમાં વિલંબ થયો છે. મંગળવારે, પાર્ક સિટી, ઉટાહમાં આ મહિનાના સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલના આયોજકોએ કહ્યું કે તેઓએ વ્યક્તિગત ઇવેન્ટ્સ રદ કરી છે અને તેમને ઑનલાઇન ખસેડશે.

“શહેર અને રાજ્યના અધિકારીઓ, આરોગ્ય અને સુરક્ષા નિષ્ણાંતો, કલાકાર સમુદાય સાથે ચર્ચા કર્યા પછી, રેકોર્ડિંગ એકેડમી અને CBS એ 64મા ગ્રેમી એવોર્ડ શોને મુલતવી રાખ્યો છે,” એક સંયુક્ત નિવેદનમાં આમ જણાવવામાં આવ્યું છે. આ એવોર્ડની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.