Viral Video/ હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે થૂંક લગાવીને કાપ્યા વાળ: મહિલાએ લગાવ્યો આરોપ, જુઓ વીડિયો

વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જાવેદ હબીબ વાળ કાપતી વખતે પોતાના થૂંકનો ઉપયોગ કરે છે અને પાણીનો ઉપયોગ કરતા નથી.

Trending Videos
થૂંક

પ્રખ્યાત હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક મહિલાના વાળ કાપતો જોવા મળે છે. આ વીડિયો વાયરલ થવાનું કારણ જાવેદ હબીબનું વાળ કાપતી વખતે કરવામાં આવેલ વિચિત્ર વર્તન છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે જાવેદ હબીબે થૂંક લગાવીને તેના વાળ કાપ્યા હતા.

આ પણ વાંચો :દિલ્હીમાં આજે આવી શકે છે કોરોનાના 14000 નવા કેસ: સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જાવેદ હબીબ વાળ કાપતી વખતે પોતાના થૂંકનો ઉપયોગ કરે છે અને પાણીનો ઉપયોગ કરતા નથી. તે મહિલા અહીં જ અટકાઈ નહીં અને આગળ કહ્યું કે આ થૂંકમાં જાન   છે. આ પછી જાવેદ હબીબની સોશિયલ મીડિયા પર જોરદાર ટીકા થઈ રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ મહિલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જો કે જાવેદ હબીબે આ વિષે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

શું છે સમગ્ર મામલો

જાવેદ હબીબનો આ વીડિયો મુઝફ્ફરનગરનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જાવેદ હબીબ એક મહિલાને તેના વાળ કાપવા માટે સ્ટેજ પર બોલાવે છે. વાળ કાપતી વખતે તે કહે છે, ‘મારા વાળ ગંદા છે, ગંદા કેમ છે,  કેમ કે શેમ્પૂ નથી લગાવ્યું, ધ્યાનથી સાંભળો, અને જો પાણીની અછત છે તો…. આ થૂંકમાં જાન  છે’… આ દરમિયાન ત્યાં હાજર લોકો જોરથી તાળીઓ પાડે છે, જોકે જે મહિલાના વાળ કપાઈ રહ્યા છે તે વીડિયોમાં થોડી અસ્વસ્થ લાગે છે. હવે આ મહિલાની પ્રતિક્રિયા પણ આવી છે, જે મહિલાના વાળમાં જાવેદ હબીબ થૂંક્યા છે, તેનું નામ છે પૂજા ગુપ્તા.

આ પણ વાંચો : ખૂંખાર ચિત્તાને કિસ કરતી જોવા મળી યુવતી, વીડિયો જોઈને લોકોના ઊડી ગયા હોશ

ટ્વિટર પર જે મહિલા સામે આવી છે તેના વીડિયોમાં તે કહે છે, ‘મારું નામ પૂજા ગુપ્તા છે, મારી પાસે વંશિકા બ્યુટી પાર્લર નામનું પાર્લર છે. હું બારૌતનો રહેવાસી છું. ગઈ કાલે હું જાવેદ હબીબ સરના એક સેમિનારમાં ગઈ હતી. તેમણે મને હેરકટ માટે સ્ટેજ પર બોલાવી. તેમણે ગેરવર્તન કર્યું, તેમણે બતાવ્યું કે પાણી ન હોય તો થૂંકથી પણ વાળ કપાવી શકાય છે. મેં એ વાળ ન કપાવ્યા, હું શેરીના વાળંદ પાસેથી વાળ કપાવીશ પણ જાવેદ હબીબના નહીં. આ વીડિયો આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો જાવેદ હબીબની આકરી ટીકા કરી રહ્યા છે. ટ્વિટર પર ઘણા લોકોએ આ વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો : સ્વર્ગસ્થ પિતાની યાદમાં આ દુલ્હને કર્યું એવું કે, લોકો બોલ્યા આવી દીકરી બધાને મળે…

આ પણ વાંચો :લગ્નના દિવસે જ દુલ્હન દુલ્હા સાથે ખાઈ રહી હતી પાણીપૂરી, બધા સામે કરી એવી ડિમાન્ડ કે..

આ પણ વાંચો :ડોગીને લાગી રહી હતી ઠંડી, પછી તેને જે કર્યું તે જોઈને લોકો રહી ગયા દંગ