Bollywood/ જલ્દી જ રીલીઝ થશે KGF-2, ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ

સુપરસ્ટાર યશનાં ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મ ‘KGF 2’ નું શૂટિંગ પૂરું થવાનું છે, જેમાંથી માત્ર એક જ દ્રશ્યનું શૂટિંગ બાકી છે…

Entertainment
Makar 13 જલ્દી જ રીલીઝ થશે KGF-2, ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ

સુપરસ્ટાર યશનાં ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મ ‘KGF 2’ નું શૂટિંગ પૂરું થવાનું છે, જેમાંથી માત્ર એક જ દ્રશ્યનું શૂટિંગ બાકી છે. ફિલ્મનું અંતિમ શેડ્યૂલ જાન્યુઆરીનાં બીજા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. કોરોના મહામારીનાં કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યુ હતુ, પરંતુ ઓક્ટોબરમાં ફરી શરૂ થયા પછી, ટીમ અને યશે તેને પૂર્ણ કરી લીધું છે.

KGF Chapter 2 Will be Releasing on it's Original Date

યશની નજીકનાં એક સુત્રએ કહ્યુ છે કે, “તે છેલ્લા ઘણા સમયથી ક્લાઇમેક્સનું શૂટિંગ કરી રહ્યો છે, નવા વર્ષનું છેલ્લું શેડ્યૂલ બનાવવાની યોજના હતી. યશ કામ અને પરિવાર વચ્ચે ફસાઇ ગયો હતો અને લોકડાઉન પૂર્ણ થવાની સાથે જ એવું થયું કે તેણે અને ટીમે શૂટિંગનાં છેલ્લા શેડ્યૂલને પૂર્ણ કરવા માટે નોન સ્ટોપ કામ કર્યું.”

KGF Chapter 2 Shoot At Minerva Mills From August 15

‘KGF 2’ તે રસ્તેથી શરૂ થાય છે જ્યાં ભાગ 1 ને છોડી દેવામાં આવ્યો હતો. પાર્ટ 2 માં, યશે સંજય દત્ત અને રવિના ટંડનની સાથે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. યશ તેની આગામી ‘KGF 2’ માં સંજય દત્ત સાથે જોવા મળશે, જે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મ જલ્દી જ રિલીઝ થવાની રાહ યશનાં ફેન જોઇ રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો