OMG!/ લો બોલો! હવે વાંદરા પણ શાકભાજી વેચવા લાગ્યા

મધ્યપ્રદેશના સિવનીથી એક શાનદાર વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હા, આ વીડિયોમાં એક વાંદરો ફૂટપાથ પર શાકભાજીની દુકાન પર બેસીને શાકભાજી વેચી રહ્યો છે.

Ajab Gajab News
Monkey Sale Vegetables

મધ્યપ્રદેશના સિવનીથી એક શાનદાર વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હા, આ વીડિયોમાં એક વાંદરો ફૂટપાથ પર શાકભાજીની દુકાન પર બેસીને શાકભાજી વેચી રહ્યો છે.

આ પણ વાંચો – Google Doodle Today / કોરોનાનો ખતરો ખતમ નથી થયો, ગૂગલ પણ માસ્ક અને વેક્સીનની યાદ અપાવી રહ્યું છે

આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે જાણે વાંદરો પોતે જ શાકભાજીની દુકાન ચલાવી રહ્યો હોય. જો કે, જેણે પણ આ દ્રશ્ય જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને જોયા પછી તે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વળી સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો અને આ વીડિયો હવે લોકોનાં દિલ જીતી રહ્યો છે. તમે જોઈ શકો છો કે, આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વાંદરો દુકાન પર આરામથી બેઠો છે અને શાકભાજી ઉપાડી રહ્યો છે. બીજી તરફ આ વીડિયો વિશે સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં વાંદરાઓની સંખ્યા ઘણી વધારે છે અને તેના કારણે વાંદરાઓ મોકો જોઈને અહીં અજીબોગરીબ કામો કરતા રહે છે. દુકાનદાર થોડી વાર માટે ઉભો થયો, તક જોઈને વાંદરો તેની જગ્યાએ બેસી ગયો અને શાકભાજી લેવા લાગ્યો. જો કે, આ વીડિયો આજનો નથી પરંતુ 17 જાન્યુઆરીનો જણાવવામાં આવી રહ્યો છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – Trailer / ‘ગહરાઇયાં’નું ટ્રેલર રિલીઝ, દીપિકા પાદુકોણે સિદ્ધાંત ચતુર્વેદી સાથે આપ્યો જોરદાર કિસિંગ સીન, જુઓ

કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો અને હવે આ વીડિયો લોકોનાં દિલમાં વસી ગયો છે. જે આ વીડિયો જોઈ રહ્યા છે તે વાંદરાનાં વખાણ પણ કરી રહ્યા છે અને દુકાનદારની ઉડાવી પણ રહ્યા છે. અત્યારે આ વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરીને પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.