Not Set/ અમેરિકા બાદ હવે Samsung Galaxy fold ભારતમાં થશે લોન્ચ, સામાન્ય માણસની પહોંચથી રહી શકે છે દૂર

સેમસંગ ગેલેક્સી ફોલ્ડ આજે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે તે અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યોં હતો. આ ફોલ્ડેબલ ફોન કંપનીનો આ પ્રકારનો પહેલો સ્માર્ટફોન છે. જ્યારે તેને અનફોલ્ડ કર્યા બાદ તેની સ્ક્રીન સાઇઝ ટેબ્લેટનું બને છે. વળી, ફોલ્ડ સ્થિતિમાં તેની સેકેન્ડરી સ્ક્રીન નાના કદની થાય છે. ગેલેક્સી ફોલ્ડનાં લોન્ચિંગ ઇવેન્ટમાં આ ફોનની કિંમત અને […]

Tech & Auto

સેમસંગ ગેલેક્સી ફોલ્ડ આજે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે તે અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યોં હતો. આ ફોલ્ડેબલ ફોન કંપનીનો આ પ્રકારનો પહેલો સ્માર્ટફોન છે. જ્યારે તેને અનફોલ્ડ કર્યા બાદ તેની સ્ક્રીન સાઇઝ ટેબ્લેટનું બને છે. વળી, ફોલ્ડ સ્થિતિમાં તેની સેકેન્ડરી સ્ક્રીન નાના કદની થાય છે. ગેલેક્સી ફોલ્ડનાં લોન્ચિંગ ઇવેન્ટમાં આ ફોનની કિંમત અને ઉપલબ્ધતાની ઘોષણા કરવામાં આવશે. સમાચાર મુજબ આ ફોનની ભારતીય કિંમત 1,40,000 રૂપિયા થઈ શકે છે. આ લોન્ચ કાર્યક્રમ બપોરે 12 વાગ્યે યોજાશે.

આ કાર્યક્રમમાં ભારતીય બજારમાં આ ફોનની કિંમત અને ઉપલબ્ધતા વિશે માહિતી આપવામાં આવશે. તેનો ભાવ સામાન્ય રહેશે નહીં. આ ફોન ફક્ત પસંદગીનાં આઉટલેટ્સમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ ફોન માટે 24×7 ઓનલાઇન સપોર્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સેમસંગ ગેલેક્સી ફોલ્ડમાં 7.3 ઇંચનું ડિસ્પ્લે છે, જે Infinity Flex ડાયનેમિક એમોલેડ પેનલની સાથે આવે છે, જેનુ પિક્સલ રિઝોલ્યુશન 1536×2152 છે. અન્ય ડિસ્પ્લે વિશે વાત કરવામાં આવે તો તે 4.6 ઇંચની સુપર એમોલેડ પેનલ સાથે આવે છે. તેનું પિક્સલ રિઝોલ્યુશન 840×1960 છે.

આ ફોન સ્નેપડ્રેગન 855 પ્રોસેસર અને 12 જીબી રેમથી સજ્જ છે. તેમાં 512 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ પણ છે. ફોટોગ્રાફીની વાત કરીએ તો તેમાં 6 કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. તેમાં ટ્રિપલ રીઅર કેમેરો છે. તેનું પ્રાયમરી સેન્સર 12 મેગાપિક્સલનું છે, જે વાઇડ-એંગલ લેન્સ અને ડ્યુઅલ અપર્ચર સાથે આવે છે. વળી, બીજો 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ છે અને ત્રીજો 16 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ છે. તેના ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો તેમાં 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. જ્યારે આ ફોન ખુલશે, ત્યારે અંદર તરફ પણ બે કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 10 મેગાપિક્સલનો સેન્સર છે અને બીજો સેન્સર 8 મેગાપિક્સલનો છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.