રાંધણ ગેસની બુકિંગમાં આસાની થઇ ગઇ. હવેથી LPG બાટલો વોટ્સએપ મેસેજ થી પણ મળી શકશે. ઇન્ડેન ગેસ કંપનીએ પોતાના ગ્રાહકોને બુકિંગ માટે વોટ્સએપ સેવા શરુ કરી છે. તેના માટે એક મોબાઇલ નંબર જારી કર્યો છે. એટલે ગ્રાહકે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી REFILL ટાઈપ કરીને 7588888824 પર મેસેજ મોકલવાનો રહેશે.
બુકિંગ બાદ સ્ટેટસ પણ ચેક કરી શકાશે
ઈન્ડેન ઓઈલે બુકિંગ બાદ તેનું સ્ટેટસ જાણવા માટેની સુવિધા પણ વોટ્સએપ પર ઉપલબ્ધ કરાવી છે. તેના માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી STATUS# ટાઈપ કરવાનું છે. ત્યારબાદ બુકિંગ કર્યા બાદ મળેલ ઓર્ડર નંબર દાખલ કરવો પડશે.
દાખલા તરીકે બુકિંગ નંબર 12345 છે તો STATUS#12345 ટાઈપ કરવું પડશે અને 7588888824 નંબર પર વ્હોટ્સએપ Whatsapp મેસેજ કરવો પડશે. એ વાતનું ધ્યાન રાખવું કે STATUS# અને ઓર્ડર નંબરની વચ્ચે કોઈ સ્પેસ ન હોવી જોઈએ.
મિસ કોલ કરીને કેવી રીતે બુકિંગ?
ગ્રાહકો હવે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી પૈસા ખર્ચ કર્યા વગર મિસ કોલ કરીને પણ સિલિન્ડર બુક કરાવી શકશે. LPG ગ્રાહક સિલિન્ડર ભરાવવા માટે દેશમાં ગમે તે જગ્યાએથી 8454955555 પર મિસ કોલ કરીને બુકિંગ કરાવી શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સુવિધાથી ગ્રાહકોને બુકિંગ માટે કોલ કરવામાં જે સમય લાગે છે જે બચશે. તે સાથે ગ્રાહકોને કોલ માટે કોઈ ચાર્જ પણ નહીં આપવો પડે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
