#Gir lion/ ગીરમાં સિંહોને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37%નો થયો વધારો

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પર્યાવરણ, વન્ય અને આબોહવા પરિવર્તન મંત્રીએ પ્રત્યુત્તર આપ્યો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Yogesh Work 2025 02 06T192700.925 ગીરમાં સિંહોને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37%નો થયો વધારો

Ahmedabad : ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં 37% નો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે 6 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપરોક્ત માહિતી પૂરી પાડી હતી.

મંત્રીના નિવેદન મુજબ શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની વસ્તીને વધારવા અને લાંબા ગાળા માટે તેને ટકાવવા માટેની મુખ્ય પ્રજાતિઓ જેમ કે હરણ અને સાબરના સંવર્ધન કેન્દ્રોને વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવામાં આવ્યા છે. શાકાહારી પ્રાણીઓના વસ્તી વધારાના વલણો પર નજર રાખવા અને વિસ્તારમાં શિકાર માટે પ્રાણીઓ ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે પધ્ધતિસરનું વસ્તી મૂલ્યાંકન કરવામાં આવે છે. સાબરના શિકાર માટેના સંવર્ધન કેન્દ્ર ક્રાંગસ, વડવાંગડા, આંબરડી, કિલેશ્વર-1, કિલેશ્વર-2, રામપરા, કરજડા ખાતે અને હરણના શિકાર માટેના સંવર્ધન કેન્દ્રો સતવીરડા અને રામપરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે.

નથવાણી ગુજરાતના ગીરમાં સિંહોના શિકાર લાયક એવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા; સિંહોના વિચરણ વિસ્તારોની આસપાસ પૂરતા શિકારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાં; સિંહોની વધતી જતી સંખ્યા અને ગીરની બહાર તેમના સ્થળાંતરને પહોંચી વળવા માટે ગીર અને તેની આસપાસ તૃણાહારી પ્રાણીઓ માટે કોઈ સંવર્ધન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે કે કેમ અને સિંહોના માનવ વિસ્તારોમાં જવાના બનાવો ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના સંઘર્ષને રોકવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો વિશે જાણવા માંગતા હતા.

મંત્રીના નિવેદન મુજબ સિંહોના માનવ વિસ્તારોમાં જવાની ઘટનાઓને ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના ઘર્ષણને રોકવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે ઊભા પાકના ખેતરોમાં જંગલી પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે સૌર સંચાલિત ઇલેક્ટ્રિક ફેન્સ, બાયો-ફેન્સિંગ, બાઉન્ડ્રી વોલ વગેરે જેવા અવરોધો ઊભા કરવા, પસંદગીના સિંહોની હિલચાલ અને વર્તનની પેટર્નનું મૂલ્યાંકન કરવા માટે રેડિયો કોલરિંગ તેમજ સંઘર્ષ વગેરેના કિસ્સામાં માનવ વસ્તીવાળા વિસ્તારોમાંથી પ્રાણીઓને ખસેડવા માટે ટ્રેકર્સ અને બચાવ ટીમો તૈનાત કરવી. તદુપરાંત સંરક્ષિત વિસ્તારો અને સિંહોના અન્ય વસવાટ વિસ્તારોમાં તેમના વસવાટની સ્થિતિમાં સુધારણાના કામો હાથ ધરવામાં આવે છે, માનવ ઇજાઓ/જાનહાનિ તેમજ પશુઓના મૃત્યુ માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગર્જના કરતા સિંહો વચ્ચે 8 વર્ષના બાળકનો ચમત્કાર, MPએ X પર ફોટો શેર કર્યો

આ પણ વાંચો: જૂનાગઢમાં શહેરમાં ઘૂસ્યા સિંહો, મેઘાણીનગરમાં ગાય બની વનરાજાની શિકાર

આ પણ વાંચો: ગુજરાતમાં લોકો પાઈલટોની સતર્કતાને કારણે 8 સિંહોને જીવ મળ્યો; આ વર્ષે 104 સિંહોને બચાવવામાં આવ્યા છે