Not Set/ બજેટ તૈયાર કરતાં અધિકારીઓને પરિવારને મળવાની પણ છુટ નથી હોતી,જાણો બજેટની અજાણી વાતો

દિલ્હી, આજે સસંદમાં ઇનચાર્જ નાણામંત્રી પિયુષ ગોયેલે બજેટ રજુ કર્યું હતું.બજેટમાં સરકારે શું શું જાહેરાતો કરી તે તો તમે જાણ્યું છે પરંતું અહીં બજેટને લગતી કેટલીક એવી રોચક વિગતો રજુ કરવામાં આવી છે જે તમે પહેલીવાર સાંભળી હશે. ટાઇમ ટેબલ બજેટ તૈયાર કરવામાં  5 થી 7 મહિનાનો સમય લાગે છે. સામાન્ય રીતે બજેટ ફેબ્રુઆરી મહિનાના […]

Top Stories Trending
mantavya બજેટ તૈયાર કરતાં અધિકારીઓને પરિવારને મળવાની પણ છુટ નથી હોતી,જાણો બજેટની અજાણી વાતો

દિલ્હી,

આજે સસંદમાં ઇનચાર્જ નાણામંત્રી પિયુષ ગોયેલે બજેટ રજુ કર્યું હતું.બજેટમાં સરકારે શું શું જાહેરાતો કરી તે તો તમે જાણ્યું છે પરંતું અહીં બજેટને લગતી કેટલીક એવી રોચક વિગતો રજુ કરવામાં આવી છે જે તમે પહેલીવાર સાંભળી હશે.

ટાઇમ ટેબલ

બજેટ તૈયાર કરવામાં  5 થી 7 મહિનાનો સમય લાગે છે. સામાન્ય રીતે બજેટ ફેબ્રુઆરી મહિનાના અંતમાં રજુ કરવામાં આવે છે. પરંતુ વર્ષ 2017માં નાણાં મંત્રી અરુણ જેટલી દ્વારા તારીખમાં બદલાવ કરીને 1 ફેબ્રુઆરી કરવામાં આવી હતી.

બ્લુ શીટ

વાદળી રંગના કાગળમાં બજેટના  મુખ્ય અંશો હોય છે. જે નાણાં મંત્રીને આપવામાં આવે છે. ખુદ નાણાં મંત્રીને પણ આ કાગળ પોતાની પાસે રાખવની અનુમતિ હોતી નથી.આ બ્લુ શીટ એટલી ટોપ સિક્રેટ હોય છે કે તેની ભલભલા સીનીયર અધિકારીઓ પણ જોઇ નથી શકતા.

બજેટ રજુ કરવાનો સમય

1999 પહેલા બજેટ 5 વાગે સાંજે રજુ થતુ હતુ. પરંતુ 2001 માં અટલ સરકારે પરંપરા તોડીને સવારે 11 વાગે રજુ કર્યું હતું.

ભાષણ

સામાન્ય રીતે બજેટનું ભાષણ લગભગ 1 કલાકનું હોય છે.પરંતુ સૌથી લાબું ભાષણ 1991માં મનમોહન સિંહએ 18,650 શબ્દોમા આપ્યું હતું.જયારે વર્ષ 2017માં અરુણ જેટલી દ્વારા 18,604 શબ્દોમાં અપાયું હતુ. સૌથી નાનુ ભાષણ 1977માં હરિભાઈ પટેલ દ્વારા 800 શબ્દોમાં અપાયું હતું.

સિક્રેટ દસ્તાવેજો

બજેટ તૈયાર કરતી વખતે કોઈ પણ માહિતી લીક ન થાય તેની માટે સુરક્ષાની પૂરતી કાળજી રાખવામાં આવે છે.ફૉન અને કોમ્પ્યુટરનું ટેપિંગ થાય  છે  સાથે સાથે  જામર સ્કેનર વગેરે  દ્વારા પણ એકદમ ચુસ્ત વોચ રાખવામાં આવે છે.

હલવા સમારોહ

બજેટ રજુ કરતી પહેલા નાણાં મંત્રાલયના બેઝમેન્ટમાં બજેટના  1 અઠવાડિયા પહેલા બજેટના કાગળો છપાવાની શરૂઆત થાય  છે. આ પ્રક્રિયા પછી હલવા સમારોહ આયોજિત થાય છે.લગભગ 100 કર્મચારીઓને નાણાં મંત્રી દ્વારા હલવો પીરસવા આવે છે.આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે.

સુરક્ષા

બજેટ તૈયાર કરતી વખતે ગોપનીયતાનું વિશેષ ધ્યાન રખાય છે. બજેટ તૈયાર કરતા કર્મચારીઓને નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં રાખવામાં આવે છે. કોઈ પણ કર્મચારીને બહાર જવાની અનુમતિ નથી હોતી. તેઓ પરિવાર કે મિત્રો સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક રાખી શકતા નથી. કોઈ પણ આપાતકાલીન સ્થિતિ માટે ડોક્ટરની સુવિધા હોય છે.

સુટકેશ

સામાન્ય રીતે બજેટ એક બ્રાઉન કલરની સુટકેસમાં રજુ કરવામાં આવે છે તેની શરૂઆત 1860 માં બ્રિટેનના “ચાન્સલર ઓફ એક્સચેકર ચીફ ” વિલિયમ એવર્ટ  ગ્લેડસ્ટનએ કરી હતી જે પરમ્પરા હજુ પણ ચાલુ છે.બ્રિટનના નાણાં મંત્રી લાલ  રંગની ચામડાની સુટકેશમાં આવતા હતા. જયારે યશવન્ત સિંહા બકલ વાળી ચામડાની સૂટકૅષમાં અને પ્રણવ મુખરજી લાલ વેલ્વેટની  સૂટકેશમાં આવતા હતા.

ક્વોટની પરંપરા

બજેટ સમયે હંમેશા નાણાં મંત્રીઓ દ્વારા પ્રસિદ્ધ લોકોના ક્વોટ કે શાયરોની શાયરી રજુ કરવામાં આવે છે. મનમોહનસિંહ દ્વારા રવીન્દ્રનાથ ટાગોર અને વિક્ટર હ્યુગોના વિચારો રજુ કર્યા હતા.જયારે પી ચિદમ્બરમ અને અરુણ જેટલી દ્વારા વિવેકાનંદ અને તિરુવલ્લુર ના વિચારો રજુ કર્યા હતા.

પહેરવેશ

સ્વતંત્ર ભારતના પ્રથમ નાણાં મંત્રી શનમુખમ શેટ્ટીએ બજેટ રજુ કરતી સમયે ધોતી ,કુર્તો અને ગાંધી ટોપી પહેરી હતી.જયારે અરુણ જેટલીએ કુર્તો ,પાયજામો અને નહેરુ જેકેટ પહેર્યું હતું. પ્રણવ મુખર્જી તેમના સમયમાં બજેટ રજુ કરતી સમયે બંધ ગળાનો કોટમાં જોવા મળ્યા હતા.