Not Set/ #INDvsAUS : ICCએ પર્થ બાદ MCGની પીચને પણ ગણાવી “એવરેજ”

મેલબર્ન, પર્થમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા પર્થના ગ્રાઉન્ડની પીચને એવરેજ રેટિંગ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે મેલબર્ન MCGની પીચને પણ આઈસીસી દ્વારા એવરેજ રેટિંગ આપવામાં આવ્યું છે. “સિડની મોર્નિંગ હેરાલ્ડ”ના રિપોર્ટ અનુસાર, “મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટની પીચને એવરેજ રેટિંગ આપવામાં આવ્યું છે”. એક રિપોર્ટમાં જણાવ્યા […]

Trending Sports
108728 jtvoskxsbw 1545545353 #INDvsAUS : ICCએ પર્થ બાદ MCGની પીચને પણ ગણાવી "એવરેજ"

મેલબર્ન,

પર્થમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા પર્થના ગ્રાઉન્ડની પીચને એવરેજ રેટિંગ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે મેલબર્ન MCGની પીચને પણ આઈસીસી દ્વારા એવરેજ રેટિંગ આપવામાં આવ્યું છે.

“સિડની મોર્નિંગ હેરાલ્ડ”ના રિપોર્ટ અનુસાર, “મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટની પીચને એવરેજ રેટિંગ આપવામાં આવ્યું છે”.

C5FC2jGUEAEl8Lo #INDvsAUS : ICCએ પર્થ બાદ MCGની પીચને પણ ગણાવી "એવરેજ"
sports-#indvsaus-after-perth-mcg-pitch-gets-average-rating-icc

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ICC દ્વારા મંગળવારે MCGની પીચને એવરેજ રેટિંગ આપવાની પૃષ્ટિ કરી છે.

જોવામાં આવે તો, ગત વર્ષે રમાયેલી એશિઝ ટેસ્ટની શ્રેણીની એક મેચ ડ્રો રહી હતી ત્યારબાદ આ પીચની તુલનામાં આ રેટિંગ સારું છે, કારણ કે ત્યારે આ પીચને ICC દ્વારા ત્રણ ડિમેરીટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા.

જો કે હવે MCGની પીચને એવરેજ રેટિગ આપવાનો મતલબ છે કે, ICC દ્વારા કોઈ ડિમેરીટ પોઈન્ટ અપાયો નથી.

10669134 3x2 #INDvsAUS : ICCએ પર્થ બાદ MCGની પીચને પણ ગણાવી "એવરેજ"
sports-#indvsaus-after-perth-mcg-pitch-gets-average-rating-icc

ICCના નિયમ મુજબ, જયારે કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની પીચને પાંચ વર્ષમાં ૫ ડિમેરીટ પોઈન્ટ મળે છે, ત્યારે આ સ્ટેડિયમનો આંતરરાષ્ટ્રીય દરજ્જો સમાપ્ત થઇ જાય છે.

મહત્વનું છે કે, પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટની પીચને લઇ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટમાં કહેવામાં આવ્યું હતું કે, “પર્થની આ પીચને લઈ નિર્ણય સંભવિત અસામાન્ય બાઉન્સના કારણે આવ્યો છે, જેમાં બે વાર બેટ્સમેનોને ઈજા પહોંચી હતી. ત્યારબાદ મેચ રેફરી રંજન મદુગલેએ પર્થના નવા સ્ટેડિયમની પીચને એવરેજ રેટિંગ આપ્યું હતું.