ક્રાઈમ/ ગૂગલ લોકેશનનો ઉપયોગ કરી આ રીતે કરાતી હતી ચોરી : પોલીસે આઈ લોકેશનનો ઉપયોગ કરીને પકડ્યો ચોર

આરોપીઓ પાસેથી કાર, પિસ્તોલ, જીવતી કારતુસ, 3 મોબાઈલ સહિતનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

Gujarat Surat Trending
ગુગલ

સુરતમાં ગૂગલ લોકેશનનાં આધારે VIP એરિયાની રેકી કરી ઘરમાં ઘૂસી સોના ચાંદીના મુદ્દામાલની ચોરી કરતા ડિજિટલ ચોર ઝડપાયા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી કાર, પિસ્તોલ, જીવતી કારતુસ, 3 મોબાઈલ સહિતનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોળ ચોરીના ગુનામાં ભાગતો ફરતો આરોપી મોહમ્મદ ઈરફાન અને મોહંમદ મુઝમમિલ શેખ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ મદનપુરા શાકમાર્કેટ પાસે SMC પે એન્ડ યુઝ નજીકથી ફોરવીલ લઈને પસાર થવાના છે. તેથી પોલીસે બાતમી વાળી જગ્યા પર વોચ ગોઠવી હતી અને જ્યારે આરોપીઓ પોતાની કાર લઈને પસાર થયા હતા ત્યારે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓ પાસેથી પોલીસને દેશી બનાવટની પિસ્તોલ, મોબાઈલ, ચાંદીના વાસણ રોકડા રૂપિયા મળી આવ્યા હતા. તેથી પોલીસે 5,13,876ના મુદ્દા માલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે, તેમને આ પિસ્તોલ પોતાના વતન ખાતેથી ખરીદી હતી અને તે ગુજરાતના અમદાવાદ, બરોડા અને સુરત ખાતે રાત્રિના સમયે પોતાની ફોરવીલમાં મોબાઇલમાં ગૂગલ મેપ પરથી VIP એરિયાની રેકી કરી બંધ મકાનમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતો હતો અને ચોરી દરમિયાન જો કોઈ વ્યક્તિ જાગી જાય તો તેને આ પિસ્તોલથી ડરાવી શકાય એટલા માટે તેને આ પિસ્તોલ પોતાની પાસે રાખી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં બાળકો દત્તક લેવાનો આંક વધ્યો પણ સ્પેશિયલ કિડ્ઝને દત્તક લેવા તૈયાર નથી ગુજરાતીઓ