Lifestyle News: મેરઠમાં (Meerut) 86 વર્ષીય વૃદ્ધાનું રૂમ હીટરના (Heater) કારણે મોત થયાનું પોલીસનું માનવું છે. સતત હીટર ચાલુ રહેવાના કારણે મૃત્યુ થવાના જોખમ વધતા સાવધાની રાખવી અત્યંત જરૂરી બની જાય છે. હીટર ગણતરીની મિનિટોમાં રૂમ કરી દેતું હોય ત્યારે રૂમ હીટરનો કેવી રીતે ઉપયોગ કરવો ચાલો જાણીએ.
હીટર એક ઈલેક્ટ્રોલિક ઉપકરણ (Electronic Device) છે જે ગરમી ઉત્પન્ન કરી બહુ ઓછા સમયમાં રૂમ ગરમ કરી દે છે. હીટર સામાન્ય રીતે હળવા અને પોર્ટેબલ હોય છે. તે હાઈ રેઝિસ્ટન્સ હોવાથી કરંટ ઉત્પન્ન કરે છે અને તેના વડે ગરમી પેદા થાય છે. સાથે નિષ્ણાતો એવુ પણ માને છે કે ગરમી પેદા કરતી વખતે કાર્બન મોનોક્સાઇડ (Carbon Monoxide) ગેસ છોડે છે. તે ગંધવિહીન હોવાથી અચાનક મૃત્યુ થઈ શકતું હોય છે.
રૂમ હીટર શરીરમાં મગજને ઓક્સિજનની સૌથી વધુ જરૂર હોય છે તેના માટે લોહીનો પુરવઠો પહોંચતા અટકાવે છે. તેમાં રહેલો કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી ગેસ રક્ત પરિભ્રમણને અસર કરે છે. વધુ માત્રામાં ગેસ પહોંચવાથી એકાએક મૃત્યુ અથવા બ્રેઈન હેમરેજ સુધીનું જોખમ રહેલું હોય છે. ઉપરાંત હવા સૂકી હોવાથી હવામાં રહેલા ભેજને ઘટાડે છે.
રૂમ હીટરનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું રાખશો ધ્યાન
બાળકો અથવા પાળતુ પ્રાણી હોય છે, તો રૂમ હીટરનો ઉપયોગ કરતી વખતે તેમને એકલા ન છોડો.
નવું હીટર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
તમારા રૂમની સાઈઝ અનુસાર હીટર ખરીદો. જો રૂમ નાનો હોય તો મોટું કે હાઈ વોલ્ટેજ હીટર પસંદ ન કરો. આ સિવાય ખરીદી કરતાં પહેલાં કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખો. જેમકે,
જો રૂમ 100 ચોરસ ફૂટ એટલે કે 10*10 હોય, તો 1000 વોટ્સ (W) થી 1500 વોટની વચ્ચે પાવર રેટિંગ ધરાવતું રૂમ હીટર પૂરતું છે. તે રૂમને ઝડપથી ગરમ કરશે. તેમજ વધુ વીજળીનો વપરાશ પણ નહીં કરે. ઓફિસ કેબિન, નાના રૂમ માટે યોગ્ય છે.
જો રૂમ 100-200 ચોરસ ફૂટની વચ્ચે હોય, તો 2000 વોટથી 2500 વોટનું રૂમ હીટર પૂરતું છે. તે 15-20 મિનિટમાં રૂમને પૂરતા પ્રમાણમાં ગરમ કરશે. આ વોટ રૂમ હીટર લિવિંગ રૂમ અથવા મોટા બેડરૂમ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
રૂમ હીટર હંમેશા ફ્લોર પર રાખો. તેની નીચે ક્યારેય ગાદલું, કાર્પેટ કે કાપડ ન ફેલાવો.
રૂમ હીટર માટે હંમેશા ઉચ્ચ રેટેડ 16 amp પ્લગ અને સ્વિચનો ઉપયોગ કરો. 5 amp પ્લગમાં વધુ પડતા ભારને કારણે શોર્ટ સર્કિટનું જોખમ રહેલું છે.
માત્ર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા માન્ય વિશ્વસનીય બ્રાન્ડનું રૂમ હીટર ખરીદો. ક્યારેય સસ્તાની લાલચમાં ન આવશો.
આ પણ વાંચો:સતત પીવાતી ચાની ગળણીમાં કેટલા જંતુઓ હોય છે…શું તમે જાણો છો, સાફ કરવાની રીત જાણો
આ પણ વાંચો:શું તમે પ્લાસ્ટિકની ડોલમાં ઇમર્શન રૉડનો ઉપયોગ કરી શકો છો?
આ પણ વાંચો:હવે ઘરમાં નહીં તૂટે ચાનો કપ, નાના ભૂલકાઓએ નહીં ખાવો પડે મમ્મીના હાથનો માર