CM રૂપાણી/ સશસ્ત્ર સેના દિવસે મુખ્યમંત્રી રૂપાણીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી, સેનાનીઓનો કર્યો ઋણસ્વીકાર

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે પોતાનું યોગદાન આપી દેશની સરહદો પર ધ્યાન રાખતાં અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા

Gujarat
rupani સશસ્ત્ર સેના દિવસે મુખ્યમંત્રી રૂપાણીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી, સેનાનીઓનો કર્યો ઋણસ્વીકાર

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે પોતાનું યોગદાન આપી દેશની સરહદો પર ધ્યાન રાખતાં અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.આપણાં દેશના સીમાડે સતત ખડેપગે રહીને સરહદ પાર ની ઘૂસણખોરી અને નાપાક હરકતોનો જડબા તોડ જવાબ આપી માતૃભૂમિનીની રક્ષા કરવા ઉપરાંત દેશની આંતરિક સુરક્ષા આપણાં સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે દેશમાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિ પુર વાવાઝોડું ભૂકંપ કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પણ સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થતા હોય છે. આ સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આપણાં અડીખમ યોદ્ધાઓ અને વીર સેનાનીઓ પ્રત્યે આદર ભાવ પ્રગટ કરવા અને તેમના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકો સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ફાળો આપે તેવી અપિલ પણ કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉપલક્ષ્યમાં ગાંધીનગરમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર , સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક નિવૃત કમાંડર શશિકુમાર ગુપ્તા, નાયબ નિયામક પી એચ ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશના ડિફેન્સ પીઆરઓ, એરફોર્સના અધિકારીઓ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…