Not Set/ જામીન પર છૂટીને ફરી જળસમાધિ કાર્યક્રમ કરીશ: લલીત વસોયા

રાજકોટ રાજકોટમાં ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષિત પાણી મામલો સામે આવ્યો છે. ધારાસભ્ય વસોયા સહિત હાર્દિક પટેલની જળ સમાધિ પહેલા પોલીસે અટકાયત કરી અને જેતપુર પોલીસ સ્ટેશનમાં લઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ લોકલડત શરૂ કરી છે. ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના […]

Top Stories Rajkot Gujarat Trending
lalait vasoya 9 જામીન પર છૂટીને ફરી જળસમાધિ કાર્યક્રમ કરીશ: લલીત વસોયા

રાજકોટ

રાજકોટમાં ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષિત પાણી મામલો સામે આવ્યો છે. ધારાસભ્ય વસોયા સહિત હાર્દિક પટેલની જળ સમાધિ પહેલા પોલીસે અટકાયત કરી અને જેતપુર પોલીસ સ્ટેશનમાં લઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ લોકલડત શરૂ કરી છે. ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમિકલના પ્રદૂષણ મામલે ભાદરને બચાવવા અભિયાન હાથ ધર્યુ છે. ધોરાજીના ભૂખી ગામના ભાદર ડેમ-2નું પાણી પ્રદૂષિત છે. ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ભાદર બચાવવા આંદોલન શરૂ કર્યું છે.

ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઝપાઝપી

લલિત વસોયાએ હાજર લોકોને સંબંધોન કરીને જળસમાધિ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ જળસમાધિ લે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. આ દરમિયાન ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

lalait vasoya 8 જામીન પર છૂટીને ફરી જળસમાધિ કાર્યક્રમ કરીશ: લલીત વસોયા

જામીન પર છૂટીને ફરીથી જળસમાધિ કાર્યક્રમ કરીશ

અટકાયત બાદ લલિત વસોયાએ કહ્યું કે, હું જામીન પર છૂટીને ભવિષ્યમાં ફરીથી જળસમાધિ કાર્યક્રમ કરીશ. જ્યાં સુધી સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી મારી લડત ચાલુ જ રહેશે. મારા સમર્થનમાં આવેલા ધારાસભ્યોની પણ અટકાયત કરવામાં આવી છે તે કાયદા વિરુદ્ધ છે. જળસમાધિ હું લઈ રહ્યો હતો તો મારી જ અટકાયત થવી જોઈએ, મારા સમર્થકોની નહીં.

આગામી સમયમાં મોટા કાર્યક્રમો કરીશું: હાર્દિક 

અટકાયત બાદ હાર્દિક જણાવ્યું હતું કે, 25મી ઓગસ્ટના રોજ અમારા ઉપવાસ કાર્યક્રમને રોકવા માટે સરકારના ઈશારે મારી ધરપકડ કરવામાં આવી હોઈ શકે છે.

હું ફક્ત સમર્થન માટે આવ્યો હતો અને મને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો છે. હવે અમે ખેડૂતોના મુદ્દે આગામી સમયમાં મોટા કાર્યક્રમો કરીશું. સરકારે હંમેશા પોલીસનો દુરુપયોગ કર્યો છે. જનતા સમય આવ્યો સરકારને જવાબ આપશે.

lalait vasoya 7 જામીન પર છૂટીને ફરી જળસમાધિ કાર્યક્રમ કરીશ: લલીત વસોયા

 જળસમાધિ લે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી

ધોરાજીના ભૂખી ગામ ખાતે જળસમાધિની જીદ લઈને બેઠેલા લલિત વસોયાએ હાજર લોકોને સંબંધોન કરીને જળસમાધિ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ જળસમાધિ લે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. આ દરમિયાન ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.