Not Set/ 7 જુલાઇએ મોદી સરકારમાં નવા મંત્રીઓને સામેલ કરવામાં આવે એવી ચર્ચાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું

બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યુઝ કેન્દ્રીય મંત્રી મંડળમાં ફરીથી વિસ્તરણની ચર્ચાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે. સૂત્રોના મતે 7 જુલાઇએ મોદી સરકારમાં નવા મંત્રીઓને સામેલ કરવામાં આવી શકે છે. મોદી સરકારમાં 17થી 22 મંત્રીઓને સ્થાન મળવાની સંભાવવાના હાલ સેવવામાં આવી રહી છે. મોદી કેબિનેટનું વિસ્તરણ 7 જુલાઈએ 28 પદ ખાલી, 17-22 નવા મંત્રીના શપથની સંભાવના જ્યોતિરાદિત્ય […]

India
download 11 7 જુલાઇએ મોદી સરકારમાં નવા મંત્રીઓને સામેલ કરવામાં આવે એવી ચર્ચાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું

બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યુઝ

કેન્દ્રીય મંત્રી મંડળમાં ફરીથી વિસ્તરણની ચર્ચાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે. સૂત્રોના મતે 7 જુલાઇએ મોદી સરકારમાં નવા મંત્રીઓને સામેલ કરવામાં આવી શકે છે. મોદી સરકારમાં 17થી 22 મંત્રીઓને સ્થાન મળવાની સંભાવવાના હાલ સેવવામાં આવી રહી છે.

મોદી કેબિનેટનું વિસ્તરણ 7 જુલાઈએ

28 પદ ખાલી, 17-22 નવા મંત્રીના શપથની સંભાવના

જ્યોતિરાદિત્ય સિંધિયા-અનુપ્રિયા પટેલને મળશે તક

મંત્રીમંડળમાં 3 પૂર્વ CM હવે બનશે મોદીના મંત્રી

7 જુલાઇએ સવારે 11 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ

મોદી કેબિનેટનું વિસ્તરણ આ અઠવાડિયે જ કરવામાં આવશે. પીએમ મોદીના નવા મંત્રીમંડળમાં 17 થી 22 પ્રધાનો શપથ સેવાની સંભાવના સેવવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે જે રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે રાજ્યોને વધારે પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. આ સિવાય પ્રધાનોની પરિષદમાં પ્રાદેશિક પક્ષોના નેતાઓને પણ સામેલ કરીને એનડીએના ઘટકદળોમાં વધારો કરવામાં આવી શકે છે.

સતત બે દિવસથી PM મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક

UP, બિહાર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને પ્રાધાન્ય

મંત્રીમંડળમાં LJPને પણ મળી શકે છે સ્થાન

સૂત્રો મુજબ મોદીએ 2 દિવસ સુધી ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપા સંગઠન મહામંત્રી બીએલ સંતોષ સાથે કેબિનેટ વિસ્તાર મુદ્દે બેઠક કરી છે. આ ઉપરાંત દેશના મોટા રાજ્યો તથા જ્યાં એનડીએ ઘટકદળની સંખ્યા વધી શકે છે તેવા રાજ્યોના નેતાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જેમાં મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર જ્યોતિરાદિત્ય સિંધિયા મોદી કેબિનેટના નવા યુવા ચહેરો બની શકે છે. તો ઉત્તર પ્રદેશમાંથી અનુપ્રિયા પટેલનો સમાવેશ પણ શક્ય માનવામાં આવે છે. તો બિહારમાંથી લોજપાના સાંસદ પશુપતિ કુમાર પારસનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે.

3 પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક ડેપ્યુટી CMની ચર્ચા

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેને પણ કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. તીરથ સિંહ રાવતે 2 દિવસ પહેલા જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત બિહારના પૂર્વ ડેપ્યુટી CM સુશિલ મોદીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. નવા શપથ ગ્રહણ બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં 81 સદસ્ય થઈ શકે છે. હાલ 53 મંત્રી છે અને હવે નવા 28 મંત્રીઓને મંત્રિમંડળમાં જોડાવાથી મોદી મંત્રીડળ 80ને પાર પહોંચશે.