ધનતેરસ/ ધનતેરસના દિવસે આ મંદિરમાં કરવામાં આવે છે ભગવાન ધન્વંતરિની મૂર્તિનું પૂજન

કેરળના અર્નાકુલમ જિલ્લાથી લગભગ 40 કિમી દૂર થોટ્ટૂવા ગામમાં 1000 વર્ષ કરતા પણ વધુ જૂનું ભગવાન ધન્વંતરિનું મંદિર આવેલુ છે

Dharma & Bhakti Navratri 2022
templ 2 ધનતેરસના દિવસે આ મંદિરમાં કરવામાં આવે છે ભગવાન ધન્વંતરિની મૂર્તિનું પૂજન

આજે ધનતેરસ માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આજે શ્રદ્ધા પૂર્વક માતાજીનું પુજન કરવાથી મા લક્ષ્મી ખુશ થઇને સદાય આપણી પાસે રહે છે. પરંતુ આજે અહીં વાત કરવી છે ભગવાન ધન્વંતરિના મંદિરની. જ્યાં ઘનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. કેરળના અર્નાકુલમ જિલ્લાથી લગભગ 40 કિમી દૂર થોટ્ટૂવા ગામમાં 1000 વર્ષ કરતા પણ વધુ જૂનું ભગવાન ધન્વંતરિનું મંદિર આવેલુ છે. કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન ધન્વંતરિની મૂર્તિ ભગવાન પરશુરામજીએ સ્થાપિત કરી હતી. એટલે તેને આદિ ધન્વંતરિ દેવ પણ કહેવામાં આવે છે.

લોક વાયકા પ્રમાણે આ મૂર્તિની પૂજા સૌ પ્રથમ નાંબૂદરી બ્રાહ્મણ કરતાં હતાં અને લગભગ 9મી સદીમાં અહીં મંદિર બન્યું. ત્યાર પછી આ મંદિરમાં ઉપ દેવતા અયપ્પન, ગણપતિ, ભદ્રકાળી અને રક્ષની સ્થાપના કરવામાં આવી. મોટાભાગના મંદિરોમાં ભગવાનને દૂધનો અભિષેક થતો હોય છે પરંતુ ભગવાન ધન્વંતરિને આ મંદિરમાં કાચા દૂધ અને માખણ ચઢાવવામાં આવે છે. એટલુ જ નહીં ભાવિકો પ્રાર્થના કરી કૃષ્ણ તુલસી ચઢાવે છે.

ભગવાન ધન્વંતરિની મૂર્તિ લગભગ 6 ફૂટ ઊંચી છે. જેમના ચાર હાથ છે. તેમાં જમણાં હાથમાં અમૃત કળશ અને ડાબા હાથમાં અટ્ટ, શંકુ અને ચક્ર ધારણ કરેલાં છે. મંદિરમાં અન્ય 4 ઉપ દેવતા જેમાં અયપ્પન, ગણપતિ, ભદ્રકાળી અને બ્રહ્મરાક્ષસ છે. મંદિરમાં જમણી બાજુ એક નાની ધારા છે જે પૂર્વ દિશામાં વહે છે. આ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા આ ધારામાં સ્નાન કરવાની પરંપરા છે. જેને દાયકાઓથી અને આજે પણ લોકો અનુસરી રહ્યા છે. એક લોકવાયકા એ પણ છે કે આ મંદિરમાં ધ્યાન કરવાથી વાત, પિત્ત અને કફ જેવી સમસ્યાઓ અને દોષ દૂર થઇ જાય છે. ઉપરાંત લાબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. જેમાં આર્યુવેદિક ઔષધીઓ ભગવાનને અર્પણ

nulla mandir1 ધનતેરસના દિવસે આ મંદિરમાં કરવામાં આવે છે ભગવાન ધન્વંતરિની મૂર્તિનું પૂજન

આ મંદિરનો ઇતિહાસ આદિ શંકરાચાર્ય અને મલયાતુરના પહાડો ઉપર રહેતાં ત્રણ નંબૂદરી બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયેલ છે. એમ કહેવાય છે કે, આદિ શંકરાચાર્ય પહાડ ઉપર રહેતા બ્રાહ્મણોને ત્યાં ગયાં. પરંતુ તે ત્રણેય બ્રાહ્મણ દરિદ્ધ હતાં. માટે તેઓ શંકરાચાર્યનો સત્કારના કરી શક્યા અને તેમને ભિક્ષા પણ આપી શક્યાં નહીં. આમ તથા શંકરાચાર્ય ત્યાંથી ચાલ્યા ગયા. આ વાતથી બ્રામણો ઘણા દુઃખી થયા અને પ્રાયશ્ચિત કરવા માટે તેઓ પણ ત્યાંથી ચાલ્યા ગયા. એક જગ્યાએ પહોંચી તેમને પોતાના માટે જમવાનું બનાવ્યું પરંતુ એક બ્રામણનું વાંસ સળગી જવાથી તેમનું ભોજન બની શક્યુ નહીં. ભોજનના મળતા તેઓ દુઃખી થઇને જ્યાં ભગવાન ધન્વંતરિની મૂર્તિ હતી ત્યાં પોતાની છત્રી લઇને સૂઇ ગયા. તે બ્રામણના સપનામાં ભગવાન ધન્વંતરિએ દર્શન આપ્યા અને તેમને પોતાના શિષ્યો સહિત ભોજન અને સમૃદ્ધિનું વરદાન આપ્યું. બીજા દિવસે બ્રાહ્મણને અનેક પ્રકારનું ભોજન તૈયાર મળ્યું. જ્યાં બ્રાહ્મણે છત્રી રાખી હતી આજે ત્યાં જ ભગવાન ધન્વંતરિનું મંદિર છે.

આ મંદિરમાં મહાભિષેક અને પ્રતિષ્ઠા પર્વ તરીકે મલયાલમના વૃશ્ચિક મહિનામાં એટલે 16 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે આવતી એકાદશીએ ભગવાન ધન્વંતરિની વિશેષ પૂજા કરવામાં આવે છે. ઉપરાંત 16 એપ્રિલથી 15 મેની વચ્ચે આવતાં પુષ્ય નક્ષત્રમાં અહીં મહાપૂજાનું આયોજન થાય છે. આજે ધનતેરસના દિવસે પણ ભગવાન ધન્વંતરિની પૂજા-અર્ચના કરી ભક્તો ધન્યતા અનુભવે છે.