પ્રજાસત્તાક દિવસનાં કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસનાં બે નેતાઓ વચ્ચે ઘર્ષણ થયુ અને જબરદસ્ત ઝઘડો જોવા મળ્યો હતો. ત્યાં હાજર પોલીસકર્મીઓ કોઈ રીતે દખલ કરીને બંને નેતાઓને શાંત પાડવામાં સફળ રહ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, મધ્યપ્રદેશનાં ઇન્દોરમાં પાર્ટી ઓફિસમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસનાં ઘણા નેતાઓની જેમ, દેવેન્દ્રસિંહ યાદવ અને ચંદુ કુંજિરે પણ તેમાં ભાગ લીધો હતો. ધ્વજવંદન સમારોહ દરમિયાન એક નેતાએ બીજાને થપ્પડ મારી હતી, ત્યારબાદ વિવાદ વકર્યો હતો. આ પછી પોલીસે વચ્ચે આવીને મામલો થાળે પાડ્યો હતો.
#WATCH Madhya Pradesh: Two Congress leaders, Devendra Singh Yadav and Chandu Kunjir, entered into a brawl during the flag hoisting ceremony during #RepublicDay celebrations at the party office in Indore. They were later calmed down with the help of police intervention. pic.twitter.com/Q9NcEJ3Sw5
— ANI (@ANI) January 26, 2020
મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, આપણે બધા દેશનાં બંધારણીય મૂલ્યોનાં રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. શહેર કોંગ્રેસનાં મુખ્ય મથક ખાતે યોજાયેલા પ્રજાસત્તાક દિનનાં કાર્યક્રમમાં ધ્વજવંદન બાદ કમલનાથે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશ ફરી એકવાર 70 વર્ષ પહેલાં સર્જાયેલી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. સામે આવી રહેલા પડકારોને આપણે બધાએ સાથે મળીને સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ તમામ પડકારોનો સામનો કરવા સક્ષમ છે. દેશનાં અખંડિતતા, એકતા અને બંધારણનાં મૂલ્યોનાં રક્ષણ માટે અમે બધા કટિબદ્ધ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
