Not Set/ અસલામત અમદાવાદમાં વધુ એક હત્યા, જમાલપુરમાં એક અઠવાડિયામાં બીજી હત્યા થઇ

અમદાવાદમાં હત્યાના બનાવોમાં ઓચિંતો વધારો થયો છે. એકજ અઠવાડિયામાં 6 હત્યાના બનાવો બની જતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉદભવી રહ્યા છે , એટલુંજ નહિ અમદાવાદીઓમાં એક જાતનું ભય પણ હૃદયમાં બેસી ગયું છે કે આટલી બધી હત્યાઓ એક પછી એક રીતે બની લોકોને પોતાની સલામતીનો ડર સતાવી રહ્યો છે. તાજેતરની જો વાત કરીએ તો […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં હત્યાના બનાવોમાં ઓચિંતો વધારો થયો છે. એકજ અઠવાડિયામાં 6 હત્યાના બનાવો બની જતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉદભવી રહ્યા છે , એટલુંજ નહિ અમદાવાદીઓમાં એક જાતનું ભય પણ હૃદયમાં બેસી ગયું છે કે આટલી બધી હત્યાઓ એક પછી એક રીતે બની લોકોને પોતાની સલામતીનો ડર સતાવી રહ્યો છે.

તાજેતરની જો વાત કરીએ તો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા રિવરફ્ન્ટના ભાગેથી એક અજાણી વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેની જાણ ગાયકવાડ હવેલી પોલીસને કરાતા પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપતા પી.એમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે મરનારનું ગળું દબાવીને તેને મારી નાખવામાં આવ્યું છે. પીએમ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે , જમાલપુર વિસ્તારમાં આ બીજી વખત હત્યાનો બનાવ બન્યો છે એ પણ એકજ અઠવાડિયામાં. આમ, એકજ વિસ્તારમાં બે હત્યા એક પછી એક બનતા સમગ્ર વિસ્તારમાં તેની ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ગાયકવાડ હવેલી પોલીસે બંને ગુનાની ફરિયાદ નોંધીને કાયેદસરની તપાસ હાથ ધરી છે.