Not Set/ One Plus Nord ને ટક્કર આપવા માર્કેટમાં આવી રહ્યો છે Poco નો સ્માર્ટફોન

  મોબાઇલ કંપનીઓ માર્કેટમાં ટકી રહેવા અવનવા ફોન લોન્ચ કરતી રહે છે. આ કડીમાં Poco પણ સામેલ છે. પોકો કંપનીનાં સ્માર્ટફોન યુઝર્સને મિડરેંજમાં ઘણી વિશેષ સુવિધાઓ પણ આપી રહ્યા છે. પોકો કંપનીએ અત્યાર સુધીમાં તેના બધા ફોન્સ ભારતીય બજારમાં લોન્ચ કર્યા છે, તે બધાએ ભારતીય યુઝર્સને પ્રભાવિત કર્યા છે. હવે પોકો કંપની માર્કેટમાં નવો સ્માર્ટફોન […]

Tech & Auto
1f8cc53b502e2c1cc6c1b5405c8ade66 One Plus Nord ને ટક્કર આપવા માર્કેટમાં આવી રહ્યો છે Poco નો સ્માર્ટફોન
 

મોબાઇલ કંપનીઓ માર્કેટમાં ટકી રહેવા અવનવા ફોન લોન્ચ કરતી રહે છે. આ કડીમાં Poco પણ સામેલ છે. પોકો કંપનીનાં સ્માર્ટફોન યુઝર્સને મિડરેંજમાં ઘણી વિશેષ સુવિધાઓ પણ આપી રહ્યા છે. પોકો કંપનીએ અત્યાર સુધીમાં તેના બધા ફોન્સ ભારતીય બજારમાં લોન્ચ કર્યા છે, તે બધાએ ભારતીય યુઝર્સને પ્રભાવિત કર્યા છે. હવે પોકો કંપની માર્કેટમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે.

પોકો કંપનીનાં નવા ફોન વિશે કહેવામાં આવી રહ્યું છે કે, આ ફોન વનપ્લસ નોર્ડ સાથે ટક્કર કરવા જઈ રહ્યો છે. પોકો કંપનીનાં આ નવા ફોન અંગેની માહિતી પોકો કંપનીનાં માર્કેટિંગ મેનેજર Angus Kai Ho Ng એ ટ્વીટ દ્વારા આપી છે. Angus Kai Ho Ng એ ટ્વીટ કરીને લખ્યું કે, OnePlus Nord or…. wait for the new POCO? એટલે કે વનપ્લસ નોર્ડ અથવા…નવા પોગોની રાહ જુઓ? આ સાથે, કંપનીએ #POCO #POCOcomingsoon નો ટેગ ઉમેર્યો છે. આ ટ્વીટ બતાવે છે કે કંપની નવો પોકો ફોન લોન્ચ કરવા જઈ રહી છે.

પોકો કંપની આ નવા ફોનમાં વનપ્લસ નોર્ડ સાથે સ્પર્ધા કરવા જણાવી રહી છે. આનો અર્થ એ છે કે પોકોનાં નવા ફોનમાં વનપ્લસ નોર્ડની કિંમત હોઈ શકે છે. આવું થાય તો શું થાય? હવે વનપ્લસ નોર્ડની કિંમત જુઓ, તો આ ફોનની કિંમત વિશે વાત કરીએ, તો પછી કંપનીએ 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજનાં વેરિએન્ટની કિંમત 24,999 રૂપિયા રાખી છે. આ સિવાય આ ફોનનો બીજો વેરિએન્ટ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 27,999 રૂપિયા છે. વળી આ ફોનનો ત્રીજો વેરિઅન્ટ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 29,999 રૂપિયા છે.

વનપ્લસ નોર્ડ આવતીકાલે એટલે કે 6 ઓગસ્ટે મધ્યરાત્રિએ વેચવા માટે રજૂ કરવામાં આવશે. આ ફોનનું વેચાણ 4 ઓગસ્ટે થવાનું હતું, પરંતુ હવે 6 ઓગસ્ટે આ ફોન વેચવા માટે આપવામાં આવશે. આવી સ્થિતિમાં હવે પોકોનો નવો ફોન ક્યારે લોન્ચ થશે અને તેના ફિચર્સ શું હશે તે જોવું રસપ્રદ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.