બોલિવૂડ/ બોલિવૂડના વધુ એક અભિનેતા થયા કોરોના પોઝિટિવ, 9 માર્ચના લીધો હતો કોરોના રસીનો પ્રથમ ડોઝ..!!

બોલિવૂડમાં એક બાદ એક કલાકારો સંક્રમિત થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.બોલિવૂડ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ કોરોના સંક્રમિત થયા છે. આ અહેવાલ બાદ તેના ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. તાજેતરમાં જ્યાં આમિર ખાન

Entertainment
paresh raval બોલિવૂડના વધુ એક અભિનેતા થયા કોરોના પોઝિટિવ, 9 માર્ચના લીધો હતો કોરોના રસીનો પ્રથમ ડોઝ..!!

બોલિવૂડમાં એક બાદ એક કલાકારો સંક્રમિત થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.બોલિવૂડ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ કોરોના સંક્રમિત થયા છે. આ અહેવાલ બાદ તેના ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. તાજેતરમાં જ્યાં આમિર ખાન અને કાર્તિક આર્યન પોઝિટિવ હોવાના સમાચારે ચોકાવ્યા તો બીજી તરફ હવે સમાચાર મળી રહ્યા છે કે બોલીવુડ દિગ્ગજ અભિનેતા  પરેશ રાવલ  પણ કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. 65 વર્ષીય અભિનેતા  પરેશ રાવલ  9 માર્ચે કોવિડ 19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે વેક્સીન લીધા બાદ પણ પોતના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કરતાં જાણકારી આપી હતી.

મંદિરો બંધ / વીરપુરનું જલારામ મંદિર આજથી 30 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ,ડાકોર અને દ્વારકા મંદિરો પણ તહેવારોમાં રહેશે બંધ

પરેશ રાવલ  એ શુક્રવારે જણાવ્યું કે તે કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. તેમણે ટ્વિટર દ્રારા પોતે સંક્રમિત હોવાની જાણકારી આપી અને પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ તપાસ કરાવવાની અપીલ કરી. પરેશ રાવલ  એ ટ્વીટ કર્યું, ‘દુર્ભાગ્યવશ, હું કોરોના વાયરસની ચપેટમાં આવી ગયો છું. ગત 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરાવવાનો અનુરોધ કરુ છું.

હુમલો / મતદાન પહેલા બંગાળમાં પોલિંગ પાર્ટીની ગાડી પર પેટ્રોલ બોમ્બથી કરાયો હુમલો

છેલ્લા કેટલાક દેશોમાં બોલિવૂડમાં એક બાદ એક કલાકારો તેમજ અભિનેતા કોરોનાની ચપેટમાં આવ્યા જેમાં કાર્તિક આર્યન, સિદ્ધાંત ચર્તુવેદી, આર માધવન, આમિર ખાન જેવા સ્ટાર્સના નામ સામેલ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે પરેશ રાવલે તો કોરોનાની રસી પણ મુકાવી હતી. ગત 9 માર્ચે રસી મુકાયા બાદ તેણે ટ્વીટ કર્યું હતું. જેના પગલે હવે બોલિવૂડના કલાકારો માં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાનનો બાંગ્લાદેશ પ્રવાસ / આજે આ મંદિરોમાં પૂજા કરશે પીએમ મોદી, કરાઈ છે ખાસ તૈયારીઓ

મતદાન પ્રક્રિયા / પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, મતદારોમાં જબરો ઉત્સાહ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…