Bollywood/ સૈફ અલી ખાને ફિલ્મ આદિપુરુષને લઈને આપેલા નિવેદન પર માંગી માફી, કહ્યું – ‘મને બિલકુલ ખ્યાલ નહતો કે…’

સૈફ અલી ખાનને સીતા હરણ અને રામ-રાવણ યુદ્ધ અંગેના નિવેદનોને કારણે સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. અભિનેતાએ આ નિવેદન એક ઈન્ટરવ્યુમાં આપ્યું હતું જેમાં તે તેની આગામી ફિલ્મ આદિપુરુષ વિશે વાત કરી રહ્યો હતો.

Entertainment
a 91 સૈફ અલી ખાને ફિલ્મ આદિપુરુષને લઈને આપેલા નિવેદન પર માંગી માફી, કહ્યું - 'મને બિલકુલ ખ્યાલ નહતો કે...'

સૈફ અલી ખાનને સીતા હરણ અને રામ-રાવણ યુદ્ધ અંગેના નિવેદનોને કારણે સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. અભિનેતાએ આ નિવેદન એક ઈન્ટરવ્યુમાં આપ્યું હતું જેમાં તે તેની આગામી ફિલ્મ આદિપુરુષ વિશે વાત કરી રહ્યો હતો. નિવેદનના લોકોના નિશાન પર આવ્યા બાદ હવે સૈફ અલી ખાને માફી માંગી છે. આમાં સૈફે લોકોની માફી માંગી હતી અને પોતાનું નિવેદન પાછું લેવાનું કહ્યું હતું.

સૈફે પોતાના નિવેદનમાં કહ્યું- ‘મને બિલકુલ ખ્યાલ નહોતો કે મારા ઇન્ટરવ્યૂમાં અપાયેલા નિવેદનમાં આટલો વિવાદ ઉભો થશે અને લોકોની લાગણી દુભાશે. મારો હેતુ લોકોની લગતી દુભાવવાનો નહોતો. હું તમામ લોકોની નિષ્ઠાપૂર્વક માફી માંગવા માંગું છું અને મારું નિવેદન પાછું ખેંચું છું. ભગવાન રામ હંમેશાં મારા માટે ન્યાયીપણા અને બહાદુરીનું પ્રતીક રહ્યા છે. આદિપુરુષ અનિષ્ટ ઉપર સત્યની જીતની ઉજવણી કરવાના છે અને આખી ટીમ કોઈ પણ પ્રકારના ખલેલ વિના મહાકાવ્ય રજૂ કરવા સાથે મળીને કામ કરી રહી છે. ‘

આ પણ વાંચો : શું 57 દિવસમાં જ પૂર્ણ થઇ જશે બિગ બોસ? ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કર્યું આ ટ્વીટ

ફિલ્મ આદિપુરુષમાં સૈફ અલી ખાન સાઉથ સ્ટાર પ્રભાસની સાથે જોવા મળશે. ઓમ રાઉત દિગ્દર્શિત આ મૂવીમાં સૈફ રાવણ (લંકેશ) ની ભૂમિકા ભજવશે. પોતાની ફિલ્મ વિશે વાત કરતા સૈફે સીતા હરણ વિશે એક ઈન્ટરવ્યુમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. આ નિવેદન વાયરલ થતાંની સાથે જ સૈફે યુઝર્સના નિશાને લગાવ્યો અને ટ્રોલિંગનો શિકાર બન્યો. મામલો આગળ વધતાં સૈફે આજે માફી માંગી છે.

તાજેતરમાં સૈફ અલીખાને એક ઇન્ટરવ્યૂહમાં આદિપુરુષમાં પોતાના પાત્ર અંગે વાત કરતા કહ્યુ કે, ફિલ્મમાં રાવણનું પાત્ર ખરાબ નથી પરંતુ માનવીય અને રસપ્રદ દેખાડવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ કે, એક આવા રાક્ષસ રાજાનું પાત્ર ભજવવુ રસપ્રદ છે પરંતુ અમે તેને દયાળુ બનાવી દઇશુ, જેમાં સીતાના હરણને ન્યાયસંગત દેખાડવામાં આવશે અને રાવણના રામ સાથેના યુદ્ધને એક બદલાની ભાવના સ્વરૂપે દેખાડીશુ જે લક્ષ્મણ દ્વારા તેની બહેન સૂપર્ણખાનું નાક કાપવા બદલ લડ્યુ હતુ.

આ પણ વાંચો :જાણો, કેમ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફેમ ઝીશાન કાદરી સામે નોંધાઈ FIR

‘આદિપુરુષ’નું શૂટિંગ હિન્દી અને તેલુગુમાં કરવામાં આવશે. આ 3 ડી ફિલ્મ પછીથી તમિલ, મલયાલમ, કન્નડ અને અન્ય ભાષાઓમાં ડબ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ 2021 માં શરૂ થશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022 ના રોજ રીલિઝ થશે. ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન હેઠળ છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રાજેશ નાયરે કર્યું છે. સમાચારો અનુસાર કૃતિ સેનન સીતાની ભૂમિકામાં જોવા મળી શકે છે. ઉત્પાદકોએ તેના નામ પર મહોર લગાવી દીધી છે. અત્યાર સુધી અનુષ્કા શેટ્ટી, અનુષ્કા શર્મા, કિયારા અડવાણી અને કીર્તિ સુરેશના નામ બહાર આવ્યા છે.

આ પણ વાંચો :Photos / શહનાઝ ગિલે કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકોને પસંદ આવ્યો કુલ લુક

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…