Not Set/ OnePlus 5T નવેમ્બર 16 ના લોન્ચ થવાની શક્યતા, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

પાછલા થોડાક દિવસોથી Oneplus નો નવો ફોન OnePlus 5T લોકોની ચર્ચાનો વિષય બની ગયો છે. રિપોર્ટોના આધારે Oneplus 5T ની સ્ક્રીન HD+ રિસોલ્યૂશન અને 1080×2160 પિક્સલ્સ સાથે આવશે. OnePlus 5T પણ OnePlus 5 ના જેમ ડયુઅલ કૅમૅરા સાથે આવશે જે OnePlus 5 ના 20MP+16MP વિપરીત OnePlus 5T મા બન્ને રેર કેમેરા 20MP ના આપવામાં આવશે. […]

Tech & Auto

પાછલા થોડાક દિવસોથી Oneplus નો નવો ફોન OnePlus 5T લોકોની ચર્ચાનો વિષય બની ગયો છે. રિપોર્ટોના આધારે Oneplus 5T ની સ્ક્રીન HD+ રિસોલ્યૂશન અને 1080×2160 પિક્સલ્સ સાથે આવશે. OnePlus 5T પણ OnePlus 5 ના જેમ ડયુઅલ કૅમૅરા સાથે આવશે જે OnePlus 5 ના 20MP+16MP વિપરીત OnePlus 5T મા બન્ને રેર કેમેરા 20MP ના આપવામાં આવશે. ઓપ્પોમર્ટ વેબસાઈટની તાજેતરની લિસ્ટિંગના અનુસાર મોટી સ્ક્રીન અને વધુ સારા કેમેરા સાથે 3450 એમએએચની બેટરી પણ આપવામાં આવે તેવી શક્યતા છે. બાકીના સ્પેસિફિકેશન્સ OnePlus 5 જેવાજ રહે તેવી શક્યતા છે. સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર, 6GB અથવા 8GB રેમ, 64GB અથવા 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ અને 16MP ફ્રન્ટ-ફેસિંગ કેમેરા સાથે આવે તેવી શક્યતા છે. ડિઝાઇન પણ OnePlus 5 જેવીજ રહે તેવી શક્યતા છે.

OnePlus અથવા અન્ય કોઈ રિપોર્ટ પરથી કોઈ પુષ્ટિ મળી નથી, તેમ છતાં સ્માર્ટફોનને ઓપ્પોમર્ટ પર $ 549 પ્રાઇસ ટેગ (આશરે રૂ. 35,700) ની પ્રાઇસ ટેગ સાથે લિસ્ટ કરવામાં આવ્યું છે . જો કે ભારતમાં OnePlus 5 રૂ 32,999 અને રૂ 37,999 પ્રાઇસ ટેગ્સમાં આવે છે, તો OnePlus 5T રૂ 40,000 ની ઉંચાઈએ પહોંચે તેવી શક્યતા છે.