Technology/ Xiaomiએ લોન્ચ કર્યો પહેલો ફોલ્ડેબલ ફોન ‘Mi MIX Fold’, આટલી ઇંચ સુધી વળી શકે છે ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર

ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે શાઓમી તેના ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેને બજારમાં રજૂ કરી શકે છે. હવે ગ્રાહકો માટે સારા સમાચાર છે કે કંપનીએ ફોલ્ડબલ ફોન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. આ સાથે કંપનીએ પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન Mi MIX ફોલ્ડ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં ઇનોવેટિવ […]

Tech & Auto

ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે શાઓમી તેના ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેને બજારમાં રજૂ કરી શકે છે. હવે ગ્રાહકો માટે સારા સમાચાર છે કે કંપનીએ ફોલ્ડબલ ફોન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. આ સાથે કંપનીએ પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન Mi MIX ફોલ્ડ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં ઇનોવેટિવ કેમેરા હાર્ડવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કંપનીએ લિક્વિડ લેન્સ નામ આપ્યું છે. ચાલો જાણીએ તેની કિંમત અને સુવિધાઓ વિશે …

Xiaomi Mi Mix Fold With Liquid Camera Tech Enters Ultra-Premium Android Segment: Specs in Photos - Photogallery

Xiaomi Mi MIX Foldની કિંમત
આ ફોનના 12 જીબી + 256 જીબી મોડલની કિંમત CNY 9,999 એટલે કે 1,11,742 છે, 12GB + 512GB મોડલની કિંમત CNY 10,999 એટલે કે 1,22,917 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે 16 જીબી + 512 જીબી મોડલની કિંમત સીએનવાય 12,999 એટલે કે 1,45,265 રૂપિયા છે. ચીનમાં, આ સ્માર્ટફોન 16 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. જો કે, હજી સુધી કંપનીએ અન્ય દેશોમાં તેના લોન્ચિંગ અને કિંમત અંગે કોઈ જાહેરાત કરી નથી.

Mi Mix Fold: Xiaomi announces price, release date, and specs of its first foldable phone – BGR

Xiaomi Mi MIX Foldના ફીચર
શાઓમી એમઆઇ ફોલ્ડ એ કંપનીનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. જેનો અર્થ છે કે યૂઝર્સ આ ફોનને ફોલ્ડ કરીને પણ તેનો ઉપયોગ કરી શકે છે. તેમાં 8.01 ઇંચની ક્યૂએચડી પ્લસ ડિસ્પ્લે છે. યૂઝર્સ આ સ્માર્ટફોનનો ઉપયોગ ટેબલેટ તરીકે પણ કરી શકે છે. જ્યારે ફોલ્ડ થાય ત્યારે, ફોનની સ્ક્રીન 6.52 ઇંચની બને છે.

Xiaomi Mi Mix Fold With Liquid Camera Tech Enters Ultra-Premium Android Segment: Specs in Photos - Photogallery

ખાસ વાત એ છે કે કંપનીએ આ સ્માર્ટફોનમાં રિસાયક્લેબલ વિન્ડોઝ સાથે ડેસ્કટોપ મોડનો પણ ઉપયોગ કર્યો છે. જેમા યૂઝર્સ ત્રણ આંગળીઓથી સ્વાઇપ કરીને એકટીવ કરી શકે છે. પછી તમે ફોનમાં વીડિયો અને વેબ બ્રાઉઝિંગથી આનંદ લઇ શકશો.

Xiaomi Launches First Foldable Mi Mix Fold With Liquid Camera Lens, Snapdragon 888 SoC & More

કંપનીનું કહેવું છે કે Mi MIX Fold એ વિશ્વનો પહેલો સ્માર્ટફોન છે જેણે લિક્વિડ લેન્સ કેમેરા સેટઅપનો ઉપયોગ કર્યો છે. આમાં યૂઝર્સને નવીન કેમેરા સુવિધાઓ મળશે. ફોનમાં 8 એમપીનો ટેલિફોટો કેમેરો છે, જેનું નામ ‘લિક્વિડ લેન્સ’ છે. જે આકાર બદલવામાં મદદ કરે છે. ફોનનો પ્રાઇમરી સેન્સર 108 એમપી છે, તેમાં 13 એમપીનો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરો અને 8 એમપી મેક્રો કેમેરો છે. પાવર બેકઅપ માટે, તેમાં 5020mAh અને 2,460mAh ની બેટરી છે.