સેલ/ ભારતમાં શરુ થયો OnePlus 9 Proનો સેલ, જાણો તેની ઓફર વિશે…

વનપ્લસ (OnePlus)ની લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન વનપ્લસ 9 પ્રો ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયો છે. એમેઝોન પ્રાઇમ સભ્યો માટે, આ ફોન ઓફર હેઠળ ઓછી કિંમતે મળી રહ્યો છે. વનપ્લસ 9 પ્રો એક્સેસ ઓફર તરીકે ખરીદી શકાય છે. આ સિવાય ખરીદદારો તેને વનપ્લસની સત્તાવાર વેબસાઇટ પરથી પણ ખરીદી શકે છે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર ઇએમઆઈ ઓપ્શન […]

Tech & Auto
onepluse 9 pro ભારતમાં શરુ થયો OnePlus 9 Proનો સેલ, જાણો તેની ઓફર વિશે...

વનપ્લસ (OnePlus)ની લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન વનપ્લસ 9 પ્રો ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયો છે. એમેઝોન પ્રાઇમ સભ્યો માટે, આ ફોન ઓફર હેઠળ ઓછી કિંમતે મળી રહ્યો છે. વનપ્લસ 9 પ્રો એક્સેસ ઓફર તરીકે ખરીદી શકાય છે. આ સિવાય ખરીદદારો તેને વનપ્લસની સત્તાવાર વેબસાઇટ પરથી પણ ખરીદી શકે છે.

OnePlus 9, 9 Pro launched in India; sale starts early-April | NewsBytes

એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર ઇએમઆઈ ઓપ્શન સાથે ખરીદી પર 4,000 રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો. વનપ્લસ 9 પ્રો સ્માર્ટફોન 8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ 64,999 રુપિયા અને 12 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજને 69,999 રુપિયા વેરિએન્ટમાં ખરીદી શકાય છે. તેને મોર્નિંગ મિસ્ટ, પાઇન ગ્રીન અને સ્ટેલર બ્લેક કલર્સમાં રજૂ કરવામાં આવ્યો છે. આ ફોન ડેવલોપ્ડ કેમેરા સાથે આવે છે, જે આગળની જનરેશનના ફોન બરાબર છે.

Redmi Note 10 Proને ખરીદ્યો માત્ર 15,999 રુપિયામાં, મળશે 64 મેગાપિક્સેલનો કેમેરો

OnePlus 9, OnePlus 9 Pro, OnePlus 9R launched in India at a starting price of Rs 39,999, OnePlus Watch priced at Rs 16,999- Technology News, Firstpost

આ સાથે વનપ્લસ રેડ કેબલ લાઇફ યૂઝર્સ માટે વનપ્લસ 9 પ્રો સાથે એકસ્ટ્રા 5 ટીબી ક્લાઉડ સ્ટોરેજ પણ આપી રહી છે. વનપ્લસ 9 પ્રોનું પરફોર્મન્સ શાનદાર છે અને મોટી સ્ક્રીન ડિસ્પ્લે વાળા આ ફોન માટે બેટરી લાઇફ પણ સારી છે. આ ફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

OnePlus 9 vs OnePlus 8T: What's new and what has changed?- Technology News, Firstpost

કેમેરા ફિચર વિશે વાત કરવામાં આવે તો, તેમાં 48 મેગાપિક્સલનો સોની IMX789 સેન્સર, 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરો સોની IMX766 સેન્સર, 8 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર અને 2-મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર છે. ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

OnePlus 9, 9 Pro launched in India; sale starts early-April | NewsBytes

OnePlus 9 Pro સ્પેસફિકેશન
આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની એમોલેડ ડિસ્પ્લે ટેકનીક છે. વનપ્લસ 9 પ્રો પ્રીમિયમ મેટલ અને ગ્લાસ ફિનિશ સાથે આવે છે.
વનપ્લસ 9 પ્રો સ્નેપડ્રેગન 888 પ્રોસેસર સાથે આવે છે અને Android 11 પર આધારિત ઓક્સિજન ઓએસ 11 પર ચાલે છે.