Technology/ બદલાઇ ગઇ ટ્વિટરની વેબસાઇટ અને એપની ડિઝાઇન, જાણો કેવા થયા ફેરફાર ?

જાન્યુઆરીમાં  નવા ફોન્ટ ચિર્પનો ખુલાસો કર્યો જે આ આપના ઉપયોગ માટે તૈયાર છે.કંપનીએ ઉલ્લેખ કર્યો કે તમામ વેસ્ટર્ન લેંગ્વેજ હવે ડાબી બાજુ અલાઇન હશે. જેને સ્ક્રોલ કરતી વખતે વાંચવુ સરળ રહેશે.

Tech & Auto
Untitled 179 બદલાઇ ગઇ ટ્વિટરની વેબસાઇટ અને એપની ડિઝાઇન, જાણો કેવા થયા ફેરફાર ?

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે  પોતાની વેબસાઇટ અને એપને એક નવો લુક આપવાના જાહેરાત કરી છે કે હવે ટ્વિટર એપ અને ફીડ માટે પોતાના ચિર્પ ફોન્ટને રોલ આઉટ કરી રહ્યુ છે. કંપનીએ લોન્ચ કરેલા વ્યાપક બ્રાંડ રિફ્રેશના એક ભાર તરીકે ચિર્પ ફોન્ટનો વિસ્તાર કરવામાં આવ્યો અને હવે કંપનીએ કહ્યુ કે તેઓ ઉપયોગ માટે તૈયાર છે.

ટ્વિટરે  ટવીટ કર્યુ આપના ફોન પર ટ્વિટરના લુકમાં થોડો બદલાવ કર્યો છે. જો કે પહેલીવારમાં આ થોડુ વિચિત્ર લાગી શકે છે. આ અપડેટ આપણને વધારે સુલભ ,અપડેટેડ અને તમે કઇ બાબતમાં વાત કરી રહ્યા છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જાન્યુઆરીમાં  નવા ફોન્ટ ચિર્પનો ખુલાસો કર્યો જે આ આપના ઉપયોગ માટે તૈયાર છે.કંપનીએ ઉલ્લેખ કર્યો કે તમામ વેસ્ટર્ન લેંગ્વેજ હવે ડાબી બાજુ અલાઇન હશે. જેને સ્ક્રોલ કરતી વખતે વાંચવુ સરળ રહેશે.

નોન-વેસ્ટર્ન લેંગ્વેજ અપરિવર્તિત રહેશે. આ મહિને માઇક્રોબ્લોગિંગ સાઇટે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જેવા ફ્લીટ્સ ફીચરને બંધ કરી દીધુ છે. ગયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે 3 ઑગષ્ટથી ટ્વિટર યૂઝર માત્ર એક્ટિવ સ્પેસ જોશે જે લાઇવ ઑડિયો ચેટ રુમ છે.

 રિફ્રેશ સાથે તેમનો ઇરાદો અવ્યવસ્થા દૂર કરવાનો અને કંટેટ પર વધારે ફોકસ કરવાનો હતો. બટનોમાં હવે હાઇ કોન્ટ્રાસ્ટ કલર હશે અને તે યૂઝર્સ માટે એક નવો કલર પેલેટ છે જે ફીડને અલગ લૂક આપવા માગે છે. વધારે બદલાવ આજથી દેખાઇ રહ્યા છે. જેમાં ડેસ્કટૉપ એડીશન સાથે-સાથે એપ પણ સામેલ છે.

https://twitter.com/TwitterDesign/status/1425505308563099650?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1425505308563099650%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Ftechnology%2Ftwitter-with-its-new-font-and-looks-goes-chirpy-these-things-are-changed-310334.html