Not Set/ મંગળ ગ્રહ પર માણસને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે, નાસાએ તૈયાર કર્યું લિસ્ટ

નાસા મંગળ ગ્રહ પર મહાસને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં નાસા દ્વારા મંગળ ગ્રહ પર માણસને  મોકલવાથી તેને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે તેનું લિસ્ટ બનાવ્યું છે. અમેરિકાની અંતરીક્ષ એજન્સી દ્વારા મુશ્કેલીનો અભ્યાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ કેન્દ્ર અને લેબનો ઉપયોગ કર્યો છે. નાસાના અભ્યાસ મુજબ આ પાંચ મુશ્કેલીનો સામનો માણસે ત્યાની ધરતી પર […]

Trending Tech & Auto
Mars oman મંગળ ગ્રહ પર માણસને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે, નાસાએ તૈયાર કર્યું લિસ્ટ

નાસા મંગળ ગ્રહ પર મહાસને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં નાસા દ્વારા મંગળ ગ્રહ પર માણસને  મોકલવાથી તેને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે તેનું લિસ્ટ બનાવ્યું છે. અમેરિકાની અંતરીક્ષ એજન્સી દ્વારા મુશ્કેલીનો અભ્યાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ કેન્દ્ર અને લેબનો ઉપયોગ કર્યો છે.

Image result for MARS

નાસાના અભ્યાસ મુજબ આ પાંચ મુશ્કેલીનો સામનો માણસે ત્યાની ધરતી પર કરવો પડશે.

૧. રેડીયેશન

૨. પૃથ્વીથી અંતર

૩. આઇશોલેશન

૪.ગુરુત્વાકર્ષણ

૫.બંધ વાતાવરણ

નાસાની આ શોધને ઘણી અગત્ય માનવામાં આવી રહી છે. મંગળ ગ્રહની મોટી મુશ્કેલી ત્યાનું રેડીયેશન છે. આ રેડીયેશન માણસની આંખોથી જોઈ શકાતું નથી.

Image result for MARS

મંગળ ગ્રહ પર જવું સહેલું નથી આથી ત્યાં જવા માટે જે લોકોમાં આ બધી મુશ્કેલીની સામનો કરવાની તાકાત હશે તેને જ મોકલવામાં આવશે.

તમને જણાવી દઈએ કે પૃથ્વીની ધરતીથી મંગળ ગ્રહ સુધીનું અંતર ૧૪ કરોડ માઈલ દૂર છે. ચંદ્ર સુધી પહોચવા માટે અંતરીક્ષયાત્રીઓને ૩ દિવસની કઠીન યાત્રા કરવી પડે છે જયારે મંગળ ગ્રહ પર જવા માટે ૩ વર્ષનો મુશ્કેલીભર્યો પ્રવાસ ખેડવો પડશે.

એટલું જ નહી પરંતુ આ ગ્રહના ગુરુત્વાકર્ષણનો સામનો પણ કરવો પડશે. મંગળ ગ્રહનું તાપમાન, દબાણ અને ઘોંઘાટ સૌથી મોટો પડકાર બનશે.