onion price/ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવાતા ભાવો વધવાની સંભાવના

માહિતી મુજબ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવતા આગામી સમયમાં ડુંગળીના ભાવ વધી શકે છે

Top Stories Business

New Delhi News: કેન્દ્ર સરકારે ડુંગળી પર લઘુત્તમ નિકાસ (Export) કિંમત (MEP) દૂર કરવાનો અને નિકાસ ડ્યુટી 40% થી ઘટાડીને 20% કરવાનો તાજેતરમાં નિર્ણય લીધો હતો. તેનાથી ડુંગળીની નિકાસમાં વધારો થશે, જેના પરિણામે ડુંગળી ઉત્પાદક ખેડૂતોની આવકમાં વધારો થશે. પરંતુ આ સાથે ડુંગળીના ભાવો વધતા ગ્રાહકોને રડવાનો વારો આવશે તેમ જણાઈ રહ્યું છે.

અગાઉ ડુંગળીના ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા. પરંતુ છેલ્લા અઠવાડિયાથી ડુંગળીના ભાવમાં ઘટાડો થતા છૂટક બજારોમાં 67 થી 63 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી.

Onion | Crops | Plantix

માહિતી મુજબ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવતા આગામી સમયમાં ડુંગળીના ભાવ વધી શકે છે. કાળા બજારીયાઓ પણ વધવાનું અનુમાન છે. મળતા અહેવાલો મુજબ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરાતા નિકાસ ડ્યૂટીમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. જેના કારણે પણ ડુંગળીના ભાવ વધી રહ્યા છે. સરકારના જણાવ્યા પ્રમાણે 35 રૂપિયા પ્રતિ રાહતદરે ડુંગળીનું છૂટક વેચાણ વધારવાની યોજના બનાવી રહી છે.

સરકાર 5 સપ્ટેમ્બરથી દિલ્હી અને અન્ય રાજ્યોની રાજધાનીઓમાં નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) ની મોબાઈલ વાન અને દુકાનો દ્વારા 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરી રહી છે.

A Grade Fresh Red Onion, Packaging Size: 30 Kg, Onion Size Available: Large  at Rs 20/kg in Kalaburgi

ડુંગળીની સાથે પામ ઓઈલ પરની નિકાસ જકાતમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પામ ઓઈલ પર નિકાસ જકાત વધારીને 27.5% કરવામાં આવી છે. ખેડૂતોને સોયાબીનના યોગ્ય ભાવ મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે

હાલમાં સોયાબીનની MSP 4 હજાર 892 રૂપિયા છે. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારને પણ કેન્દ્ર તરફથી MSP પર સોયાબીન ખરીદવાની પરવાનગી આપવામાં આવી છે. સરકારે ક્રૂડ પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલની આયાત પરની ડ્યુટી 12.5% ​​થી વધારીને 32.5% અને તેમના રિફાઈન્ડ તેલ પર 13.75% થી વધારીને 35.75% કરવાનો નિર્ણય લીધો હતો.

Palm oil: economic and environmental impacts | Epthinktank | European  Parliament


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડુંગળીના ઊંચા ભાવે લોકોની ઊંઘ હરામ કરી, આ શહેરોમાં 35 રૂપિયે કિલો મળી રહી છે ગરીબોની કસ્તુરી

આ પણ વાંચો:ડુંગળીના ભાવે જનતાને રડાવી, આટલા રૂપિયા મોંઘી થઈ

આ પણ વાંચો:ડુંગળી-બટાટાના ભાવ આસમાને પહોંચ્યા , મુંબઈ-થાણેમાં સપ્લાયમાં મોટો ઘટાડો