Research/ માતાના ગર્ભમાં બાળકનું ભૃણ ફરે તો જ તેના હાડકા બને

બાળક ગર્ભમાં ફરતુ બંધ થાય તો ક્યાંકને ક્યાંક તેના હાડકાનું જોડાણ અટક્યુ

Others
child માતાના ગર્ભમાં બાળકનું ભૃણ ફરે તો જ તેના હાડકા બને

કોઇ પણ મહિલા ગર્ભવતી હોય ત્યારે બાળકના હલનચલન પરથી ડોક્ટર બાળકની પરિસ્થતી બતાવે છે. પરંતુ કોઇને એ ખ્યાલ નહીં હોય કે બાળકનું સ્વસ્થ, તંદુરસ્ત હોવુ તે પુરતુ નથી. બાળક માતાના ગર્ભમાં ફરે છે તેનાથી જ તેના હાડકા જોડાય છે તે વિશે વિશ્વનું શ્રેષ્ટ રિસર્ચ થયુ છે.

ગર્ભવતી મહિલાઓના અલ્ટ્રાસાઉંડ દરમિયાન ડોક્ટર ભૃણના હલનચલન પરથી બાળકની પરિસ્થીતી જાણતા હોય છે

ભૃણ ગર્ભમાં ફરે છે ત્યારે જ તેના હાડકા જોડાય છે જો ભૃણ ફરવાનું બંધ કરે તો ગર્ભનો વિકાસ તો થશે પરંતુ તેના હાડકા જાડાશે નહીં. પ્રથમ વખત સાંભળે આ વાત ખોટી લાગતી હશે પરંતુ એક રીસર્ચમાં આ હકીકત સાચી પુરવાર થઇ છે.

ગર્ભવતી મહિલાઓના અલ્ટ્રાસાઉંડ દરમિયાન ડોક્ટર ભૃણના હલનચલન પરથી બાળકની પરિસ્થીતી જાણતા હોય છે. પરંતુ બાળક ગર્ભમાં કયા કારણોસર ફરે છે તે અત્યાર સુધી કોઇને જાણ નથી. પરંતુ હવે આઇઆઇટી કાનપુરના બાયોલોજિકલ સાયન્સ એન્ડ બાયોએન્જીયરીંગ (બીએસબી) વિભાગના પ્રોફેસર  અમિતાભ બંદોપાધ્યાય આ વિષય પરથી પરદો ઉઠાવવામાં સફળ રહ્યા છે. જેના માટે તેમને ત્રણ વર્ષ સુધી આ વિષય પર રિસર્ચ કર્યુ અને જેમાં તેમનો સાથ આયરલેન્ડની જંતુવિજ્ઞાનના પ્રોફેસર પાઉલા મર્ફીએ આપ્યો છે. આ બન્ને પ્રોફેસરના સહીયારા પ્રયત્નથી આજે એ જાણકારી પ્રાપ્ત થઇ છે કે ભૃણ જો ગર્ભમાં ફરતુ ના હોય તો તેના હાડકા જોડાઇ શકતા નથી.

ત્રણ વર્ષ દરમિયાન મરગી અને ઉંદર પર થયેલા રિસર્ચ દરમિયાન તેમને જાણકારી મળી કે જો ભૃણ ગર્ભમાં ફરે નહી તો માત્ર હાડકા બની શકે છે પરંતુ તે જોડાઇ શકતા નથી. આઇઆઇટી કાનપુરનો આ રિપોર્ટ વિશ્વની શ્રેષ્ટ શોધમાંથી એક છે. આ રિપોર્ટને અત્યાર સુધીમાં ૯૧.૯૫ લાખ લોકોએ આવકાર્યો છે. બન્ને પ્રોફેસરે સાથે મળીને આ વિષય પર રિસર્ચ શરૂ કર્યુ હતુ. પ્રો.મર્ફીએ આઇલેન્ડની પ્રયોગશાળામાં ઉંદર પર અને પ્રો.

મરગી અને ઉંદર પર થયેલા રિસર્ચ દરમિયાન તેમને જાણકારી મળી કે જો ભૃણ ગર્ભમાં ફરે નહી તો માત્ર હાડકા બની શકે છે

બંદોપાધ્યાયે આઇઆઇટી લેબમાં મરગીના ભૃણ પર સંશોધન કર્યુ અને તે સફળ રહ્યુ. ભવિષ્યમાં આ સંશોધન મેડિકલ સાયન્સ માટે મહત્વનો પુરવાર થશે તેમાં કોઇ બે મત નથી.

જો બાળક ગર્ભમાં ફરતુ બંધ થાય તો એટલુ સમજવુ જરૂરી છે કે ક્યાંકને ક્યાંક તેના હાડકાનું જોડાણ અટક્યુ છે.